________________
-
માટેજ માનવ કે તે તે ગ્રોના કાતર અભ્યાસને અત્તે આજે આર્યાવર્તમાં વર્તમાન કાળમાં નૂતન વિદ્વજનું દર્શન કરવા આપણે ભાગ્યશાળી થયા છીએ,આના પરિણામરૂપ વર્તમાન કાળના વિદ્વાને પણ યથાશક્તિ કાંઈક પૂર્વનું અને કાંઈક પિતાનું એવું રસિક ચૂર્ણ પણ ગ્રન્થના સ્વરૂપે અજવાળામાં મૂકી વાર્તમાનિક સૃષ્ટિની દષ્ટિએ મૂકે છે, આ નિશ્ચય આપણે આપણુ આર્યાવર્ત માટે જે, કિન્તુ દરેક દેશના દેશીઓ પણ તેવું મહદ્ કાર્ય કરવામાં પછાત રહ્યા હોય એવું જણાતું નથી. કારણ કે અન્ય ભાષિય ઘણું ગ્રન્થોના અનુવાદો થઈ પ્રકટિકરણને સ્વરૂપે આવ્યાનું આપણું અનુભવમાં આવ્યું છે.
દરેક મનુષ્ય પોતાના દેશ માટે પોતાના ખંડ માટે, પિતાના ગામ માટે, પિતાની જ્ઞાતિ માટે, પોતાના કુટુંબ અને સ્વતઃ પિતા માટે દરેક પ્રકારની પ્રવૃતિ કરે એ તે સહજ સામાન્ય વાત છે. પરંતુ તેથી તદ્દન વિપરિત ભાગે વહન કરવાને જે મનુષ્ય પ્રસંગ લેતા હશે તેનાં હદય કેટલાં પવિત્ર-કેટલાં ન્યાયી અને કેટલી પરોપકારી વૃત્તિનાં હશે.તેના દાખલા આપણા દ્રષ્ટિ પણે કાંઈ ન્યુન ગમન કરતા નથી. પરંતુ તેઓની તે પ્રવૃત્તિને ઉદ્ધાર કરવો એ અન્ય હસ્તગત યાને પરાધિન વાર્તા છે એક માણસ એક પુસ્તક ગમે તેવડું લખે પરંતુ જ્યાં સુધી તેનો ઉપયોગ થાય નહીં, ત્યાં સુધી તેની એ પ્રવૃત્તિની અસદગતિ જ સમજવી.
કહેવાની આવશ્યક્તા એટલા માટે સમજાય છે કે પાઠિકાના અવલોકનમાં જ વાચકોને અધિક પ્રવૃત્તિ આપવી એ વિશેષ કરીને અનુચિત ગણી આટલા દિગ્દર્શનની ઉત્તરે આપણે હવે હસ્તસ્થિત ગ્રન્થની પર્યાલચનામાં પ્રવૃત્ત થઈશું. મહાત્મા કર્નલ ટોડે આ ગ્રન્ય મૂલમાં સ્વભાષામાં પિતાએ ગમે ત્યારે લખ્યો હોય, તદપિ તે ઈસ્વીસન ૧૮૨૯ માં પ્રસિદ્ધ થયાનું તેમના મૃલ પુસ્તક ઉપરથી જણાય છે તેઓના અમર નામ પાછળ તે વખ્ત “ Late Political Agent to the Wastern Rajpoots States” લખાયેલા આ શબ્દોથી સમજાય છે કે મહાત્માશ્રી આ વખ્ત કિંવા આથી કાંઈ પુર્વ પણ રાજપુત સ્ટેટોનું આધિપત્ય ભોગવતા હશે ( ભોગવતા હતાજ ) અને તે કાલના ગર્ભમાં તેઓએ જે દર્શન કર્યું, જે જે અનુભવો લીધા અને તે સમયની પવે આ રજપુત રાજાઓમાં જે જે સામર્થ્ય હતું તે સર્વનું સંકીર્ણ કરી વર્તમાન કાળની પ્રજાના નેત્રો સન્મુખ કથાના સ્વરૂપે તેતે સમયના સામર્થ્યવાન રાજાઓને દર્શનમાં મૂકવાના નિશ્ચયરૂપ આ ગ્રન્થને આપણે જોઈએ છીએ, મહદાશ્ચર્યની વાત તો એટલા માટે છે કે રજપુતસ્થાનના અનેક રાજ્યોની ધૂરાધારણ કર્યા છતાં રાત્રદિવસ અનેક વિધ પ્રવૃત્તિમાં ઉક્ત છતાં આવા મહાન ગ્રન્થને ગુંથવામાં પોતાની પવિત્ર ચિત્તત્તિ કામે લગાડી અથાગ પરિશ્રમનું સેવન કર્યું છેમૂલ ગ્રન્થના સ્વરૂપનું દર્શન માત્ર મનુષ્ય માત્રને ઓહ ? એમ આશ્ચર્યચકિત કરે છે તે પછી તેમાં વર્ણવેલા રહસ્ય માટે મહાત્માશ્રીને શું અમે સહન કરવું નહીં પડ્યો હોય, તે કહી શકાતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com