SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ડેડ રાજસ્થાન, હર પૂજનમાં જોતાં પુષ્પો વીણું લાવી ચેગિવરને તે આપને હતે. બાપાના આ અનન્ય ભક્તિભાવથી યે ગિરાજ હારિત પ્રસન્ન થયા અને તેને તેણે જુદી જુદી રાજનીતિ કહી. એ પ્રમાણે કેટલાક કાળ નીકળી ગયે. કમે ગીરાજ હારિત તેના ઉપર એટલે બધે સંતુષ્ટ અને પ્રસન્ન થયે જે તેણે તેને શિવમત્રે દીક્ષિત કર્યો. અને તેના ગળામાં પવિત્ર યજ્ઞોપવિત પહેરાવ્યું. વળી તેણે મહા ૌરવના સઘળા સ્વરૂપ “ એકલિંગના દીવાન ” એવા નામની ઉપાધિ આપી છે. બાપાની અકપટ ભક્તિ અને પ્રગાઢ શિવપુજા જોઈ ભગવતી ભવાની પણ સુપ્રસન્ન થઈ, તે તેને આશીર્વાદ આપવા સીંડ ઉપર ચઢેલી, તેના સન્મુખે પ્રકટ થઈ. અને તેને તેણે, સ્વહસ્તે, વિશ્વકર્માએ કરેલ ળ ધનુષશર, તુણીર, અસિચર્મ પ્રકાંડ ખડગ વીગેરે ઉત્તમોત્તમ દિવ્યાસ્ત્ર આપ્યાં. આદિ દેવ ભગવાન ભૂતનાથના મંત્રથી એ પ્રમાણે બાપ દિક્ષિત થયે, વળી ભગવતીએ આપેલા દિવ્યાએથી સજજીત થયેલ બાપ સંગ્રામમાં અજેય થઈ પડે. ત્યારપછી તેના ગુરૂદેવ હારિત, તેને છેડી શિવલોકમાં જવાનો સંકલ્પ કર્યો, તેણે બાપાને તેના સંક૯૫ના ખબર કર્યા અને સ્વર્ગારોહણુના દીવસે પરોઢીયામાં બાપાને આવવાનું કહ્યું, પણ બાપ, રાત્રીની ઘોર નિદ્રાને વશ થઈ જઈ તે સ્થળે તે સમયે જઈ શક્ય નહિ. ત્યારપછી મુકરર કરેલ સમય વીત્યા બાદ તે તે સ્થળે ગયે અને ત્યાં જઈ તેણે જોયું જે ગિરાજ અસરવાહિત દીપ્તિમય રથમાં બેસી ગગનમંડળમાં કેટલેક ઉચે જાય છે. મહર્ષિએ, પિતાના શિષ્યને જેવા રથની ગતિ અટકાવી અને આશીર્વાદ ગ્રહણ કરવા માટે બાપાને તેણે ઉંચે ઉડવા કહ્યું. દેખતાં દેખતાં બાપાનું શરીર વીશ હાથ ઉંચું થયું તે પણ ગુરૂની પાસે પહોંચી શક્યો નહિ. ત્યારે મુનીવરે, તેને તેનું મુખ ઉઘાડી દેવાનું કહ્યું, તક્ષણ બાપાએ પોતાનું મખ ઉઘાડયું, હરિતે તેમાં પોતાનું થુંક નાંખ્યું, થુંક મોમાં ન પડતા બાપાના ચરણ પાસે પડ્યું. બાપ્પાએ ઘૃણાથી ગુરૂએ આપેલ ઉપહારની અવમાનના ન કરી હતી તે તે અમરપણું મેળવત, પણ તે બન્યું નહિં, તે અમર થઈ શક્યો નહિં, પણ તેનું શરીર અસ્ત્રશસ્ત્રથી વેધ થાય નહિ એવું થયું. દેખતાં દેખતાં હારિત બિરાજ સુનીલ ગગનમંડળમાં અહિત થઈ ગયે. જે દીવસે, બાપ એવી રીતથી દૈવાનુગ્રહિત થયે તે દિવસથી. તેનું અદ પ્રકાશ નિર્મળ તેજથી શોભવા લાગ્યું. તે દીવસથી તે મૂળમંત્રની સાધનામાં અને સીમ ત્રિમાં ઉતરી પડે. વરદાયિની મૂર્તિથી કાર્યસિદ્ધિ પણ, થોડા સમયમાં તેના સમક્ષ આવી ઉભી રહી. બાપાએ તેની મા પાસેથી સાંભળ્યું હતું જેમાં તે, તે વખતના ચીડના મિર્યરાજાને ભાણેજ છે. તે નિકટ સંબંધ બંધનને વિષય જાણી લઈ, બીપિ પિતાના મંત્રની સાધનામાં બમણે ઉત્સાહિત થયે તે ગંભીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy