SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડ, ૭૩ બીજા સિકામાં સિંધુ નદીના કિનારા ઉપરના શ્યામ નગરમાં કેટલાક પારદ લેકે વસતા હતા. એમ જણાય છે જે તેઓએ વલ્લભીપુર ઉપર હમલે કરી તેને વિધવસ્ત કરી દીધું. એમ કહેવામાં આવેલ છે જે પ્રથિત યાદવવશે, તે થામનગરમાં ઘણા વર્ષ રાજ્ય કર્યું સુપ્રસિદ્ધ પંડિત એરીયને, શ્યામનગરને મીનગઢ કહેલ છે. અને આરબીય ભૂગોલવિત્ લોકો, તેને મનકર કહે છે. સિંધુનદના પવિત્ર જળથી ધોવાયેલ જે વિશાળ પ્રદેશમાં ઉપર કહેલા પારદ લોકો વસતા હતા, તે પ્રદેશ તે સમયે, જુદા જુદા હુમલા કરનાર લોકો દ્વાર સ્વરૂપ હતે. તે મુક્ત દ્વારા થી તે જુદી જુદી જાતિઓ ભારતવર્ષમાં આવી ભારતવર્ષ ઉપર હમલે કરી તેને સર્વ નાશ કર્યો. જીત, હુણ, કાકી, કામારી, માકવાહન બત્રુ અને અધારીયા વગેરે જે સઘળી પ્રચંડ વિકમવાળી જાતિ હુમલે કરી સૌરાષ્ટ્રમાં આવી, તે જાતિ ભારતના તે દ્વારમાંથી રાજસ્થાનમાં આવી છે. સુપ્રસિદ્ધ મહામા કમસ, જસ્ટીનયન અને ચન લેમવંશીય પ્રથમ રાજ્યના સમયે ભારતવર્ષમાં વિરાજીત હતા. તે વઠ્ઠભી રાજ્યમાંનું એક કલ્યાણ નગર જેવા ગયે હતે. મડાનુભવ કમસે, આત્મભ્રમણ વૃત્તાંતમાં લખેલ છે જે “ બરોબર વફ્લભીપુરના દવંસકાળમાં કેટલાક ધૂળ હણલોકો સિંધુનદના તીરે વસતા હતા. તે કાળે તેઓને ગોલસ નામને એક અધિપતિ હતો. ? વળી એરીયન પાસેથી જુદા રૂપનું વિવરણ મળી આવે છે. ખ્રીસ્ટીય બીજા સૈકામાં મહાત્મા એરીયન બારીગાઝા ( ભરૂચ ) માં વાસ કરતા હતા, તેણે કહેલું છે જે સિંધુ અને નર્મદાની રેતાળ ભૂમિના મધ્યના વિશાળ ભૂભાગમાં તે કાળે પારદકેનું એક વિસ્તૃત રાજય સ્થાપિત હતું. મીનગઢ તેઓની રાજધાનીનું શહેર હતું. હવે હુણ જાતિ અને પારદજાતિનું વિવરણ અને ગ્રંથકાર કરી આપે છે તેથી એ નિશ્ચિત કરવું મુશ્કેલ છે. મીનગઢના અધિપતિ પારદજાતિ કે હુણુજા તિને હતા. પરંતુ એમ તે નિશ્ચય થાય છે જે તે બને જાતિમાંથી હરકે એક જાતિએ, વલ્લભીપુર ઉપર હુમલો કરી તેને વિવંસ કર્યો જોઈએ. સૂર્યવંશીય નૃપતિ મહારાજ કનકસેનની નીચે આઠમી પેઢીએ, શિલાદિચ નામે એક રાજા થયે તેનાજ શાસનકાળમાં તેની રાજધાની વિઠ્ઠભીપુરનો, સ્વેછે. એ વિવંસ કર્યો. મહારાજ શિલાદિત્ય સંબંધે એક વિચિત્ર ગપ ચાલતે સાંભળવામાં આવે છે. તે ગ૫માં તેની બાલ્યાવસ્થાનું જમનું અનુવિવરણ પ્રકાશિત થાય છે. પ્રજાવશે તેને અહીં અમે સન્નિવેશ કરીએ છીએ. ગુર્જર રાજ્યમાં કૈયર નામનું એક નગર હતું. તે નગરમાં દેવાદિત્ય નામને વેદ વિશારદ બ્રાહ્મણ વાસ કરતા હતા. તેની એક માત્ર દુહિતા હતી. તે દુહિતાનું નામ સુભગ હતું. દેવાદિયે પિતાની કન્યાનું વિવાહાદિ કાર્ય સંપાદન કર્યું ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy