SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીયાવત્તિની પ્રસ્તાવના. તિકશાસ્ત્રાનુરાગ મહાશયો? પરમકૃપાળુ પરમાત્માની તથા શ્રીગુરૂચરણની કૃપાથી મારો બનાવલે આ “ તાજિકસારસંગ્રહ' ગ્રંથ વિદ્રજજનોમાં તથા જ્યોતિર્મિડળમાં સંસ્કારને પ્રાપ્ત થયો છે, તેથી જ કરીને તેની આ દ્વિતીયાવૃત્તિ પ્રસિદ્ધ કરવાનો મને સુઅવસર પ્રાપ્ત થયેલ છે. આ ગ્રંથની પ્રથમવૃત્તિ આજ પાંચ છ વર્ષોથી ખપી જવાથી જ્યોતિષવિદ્યાના શોખીન સદગૃહસ્થો તરફથી તથા જ્યોતિકશાસ્ત્રાધ્યયનાભિલાપિઓ તરફથી અગણિત માંગણીઓ થવાથી ઘણાજ સુધારા વધારા સાથે આ ગ્રંથની દ્વિતીયાવૃત્તિ પ્રસિદ્ધ કરવા હું ભાગ્યશાળી થયો છું. આ આવૃત્તિમાં ગણિતાધ્યાયને વિષે પ્રસ્પષ્ટીકરણ તથા દ્વાદશભાવ સ્પષ્ટીકરણ વિગેરે ગણિત વિષયેનો સમાવેશ કરવામાં આવેલ છે તથા ફળાધ્યાયને વિષે પણ માસેશ ફળ, ભાવગત માસેશ ફળ અને માસની મુંથાનું ફળ વિગેરે ફળાદેશ સબંધી વિષયોનો વધારો કરેલ હોવાથી હવેથી બીજા કેઈ પણ ગ્રંથને આશ્રય લેવાને ન રહેતાં ફકત આ ગ્રંથ ઉપરથી જ વર્ષફળ સધી ગણિત અને ફળાદેશનું સંપૂર્ણ જ્ઞાન સરળતાથી મેળવી શકાશે એવો મારે નમ્ર અભિપ્રાય છે, વિશેષ તિઃ શાસ્ત્રાનુરાગિ મહાશોએ તથા તિકશાસ્ત્રના શેખીને એ જે પ્રમાણે આ ગ્રંથની પ્રથમાવૃત્તિને સ્વિકાર કરી લાભ મેળવ્યો છે તેજ પ્રમાણે દ્વિતીયાવૃત્તિને સ્વિકાર કરી લાભ મેળવશે તે મને થયેલે શ્રમ સફળ થયેલે સમજી કૃતાર્થ થઈશ. વરંતia ) પમિસ્ત્રી विक्रमीय संवत् १९८८ जोशी वृन्दावन माणेकलाल જ્યોતિષ કાર્યાલય. અમારા “તિષકાર્યાલય માં કરાવીની જન્મપત્રિક, પ્રહલાઘવના સ્પષ્ટ ગ્રહો સાથેની જન્મપત્રિકા, પડવર્ગના ટપકા, જન્માક્ષર, દ્વાદશવર્ગ તથા હીનાશાદશા સાથેનું વર્ષફળ, સાધારણ વર્ષફળ. પ્રશ્ન ઉપરથી પ્રશ્નોત્રી વિગેરે બનાવવામાં આવે છે. અને વર કન્યાના મેળાપક, વિવાહ, વાસ્તુ, ઉપનયન આદિ મુદ્દઓં તથા પ્રશ્ન પણ કહેવામાં આવે છે. એક વખત અમારા જ્યોતિષકાર્યાલયમાં કામ સોંપી ખાત્રી કરે. કાળુપૂર નવાદરવાજા | મળો અથવા લખા – અમદાવાદ, જોશી વૃંદાવન માણેકલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035282
Book TitleTajiksara Sangraha
Original Sutra AuthorN/A
AuthorVrundavan Maneklal Joshi
PublisherVrundavan Maneklal Joshi
Publication Year1932
Total Pages224
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy