________________
૨ાલે વી.એ.
આર્યભ્રાતૃગણે ?
જ્યોતિષશાસ્ત્ર સંસારમાં કેવું અદ્વિતીય રત્ન છે કે જેના પ્રભાવથી મનુષ્યો પિતાનાં કૃતકર્મો અને તેનું પરિણામ સંપૂર્ણ રીતે જાણી શકે છે.
જ્યોતિષ શાસ્ત્રના બે ભાગ છે. પહેલા જાતક ભાગમાં જન્મપત્રિકા બનાવવાનો વિષય છે. અને બીજા તાજિક ભાગમાં વર્ષપત્રિકા બનાવવાનો વિષય છે. જાતકનું ફળ સ્થૂળકાલીન અને બહુશ્રમી છે. તેથી કરીને વર્ષ માસ અને દિવસનું સૂક્ષ્મફળ મળી શકતું નથી, તેટલા માટે વસિષ્ઠાદિ અષ્ટાદશ આચાર્યોના ઉપદેષ્ટા શ્રી બ્રહ્મદેવે તાજિકશાસ્ત્ર બનાવ્યું છે. કે જેનાથી વર્ષ માસ અને દિવસનું ભિન્ન ભિન્ન ફળ કહી શકાય છે. તાજિક શાસ્ત્રમાં તાજિકનીલકંઠી, તાજિક કૌસ્તુભ, તાજિકસાર અને તાજિકભૂષણ મુખ્ય છે. પરંતુ તે ગ્રંથ ગૂઢ અને વિસ્તારવાળા હોવાથી તેનું સંપૂર્ણ અધ્યયન થઈ શકતું નથી તેટલા માટે પૂર્વોકત ગ્રંથ અને અન્ય તાજિક ગ્રંથોના આધારથી આ “તાકિસાનંદ” નામનો ગ્રંથ ગુર્જર ટીકા અને સ્પષ્ટ ઉદાહરણ સહિત લખીને પ્રકાશિત કર્યો છે. આ ગ્રંથમાં ત્રણ અધ્યાય પાડવામાં આવ્યા છે. પહેલા ગણિતાધ્યાયમાં વર્ષ પત્રિકા બનાવવાનું ગણિત સવિસ્તર ઉદાહરણ સાથે આપવામાં આવ્યું છે. બીજા ભાવાધ્યાયમાં ચળિ ગયેલા સૂર્યાદિ ગ્રહનું ફળ આપવામાં આવ્યું છે. તથા ત્રીજા ફળાધ્યાયમાં વર્ષ પત્રિકાનું સર્વોત્કૃષ્ટ ફળાદેશ આપવામાં આવ્યું છે. વિશેષ આ ગ્રંથ રચવામાં મારા લેખદેષથી તથા છાપખાનાની અસાવધાનીથી કાંઈ અશુદ્ધ લેખ થઈ ગયો હોય તે તે સુધારીને વાંચવાને વિદ્વજ્જનોને વિનંતિ છે તથા જે વિદ્વાનો થયેલા અશુદ્ધ લેખ માટે મને પત્રકારો જણાવશે તેઓને ઉપકાર માની દ્વિતીયાવૃત્તિ વખતે સુધારે કરવામાં આવશે. धनतेरश.
ग्रन्थकर्ता. विक्रमोय संवत् १९६८ ) जोशी वृन्दावन माणेकलाल. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com