________________
છે. નં ૨૩૪ હેદરાબજાર હસનઅલી બીલડીંગ કેટ,
મુંબઈ તા. ૨૨ મી ઓગષ્ટ ૧૯૧૩, સદામહેરબાન . રા. જેશી વૃંદાવન માણેકલાલ.
મુકામ–અમદાવાદ. જોશી મહારાજ –વિનંતિ એ જે આપને બનાવેલ “તાજિકસારસંગ્રહ' નામનો ગ્રંથ મળે છે. વાંચીને હાયત ખુશ છું જેવી એની બહારની રચના છે, તેવું જ અંદરથી બી ઉજવલ કામ છે. જે કે હું કાંઈ જોશી નથી તે પણ ખરાં ખોટાનો પીછાણનાર છું. કામની કદર મારા જેવાથી બુજાએ એ તે અશકય છે. તે પણ તે પાકપરવર (ઈશ્વર) તમારી મહેનતને બદલે જરૂર આપસેજ. વિશેષમાં ખુશી થવા જોગ એ છે જે એમાં સંસકીતના ભારી શબ્દો મૂકયા નથી પણ શુદ્ધ અને સરલ ગુજરાતી શબ્દોથી જ રચના કીધી છે, તે હું ધારૂંચ તેમ મારા જાતબંધુઓ આ ચોપડીની કદર કરશે જ. ઘેડા મૂલ્યમાં આ ગ્રંથ પ્રગટ કરવાનું કેમ પાલવ્યું હશે એ હું અજબ થાઉં છું. એજ લી. આપનો સેવક જહાંગીર જમશેદજી કાસદનાં
સલામ વાંચશે.
सस्तीवार्तामाळा-सती त्रिवेणी-अमदावाद. તાજિકસારસંગ્રહ -શુદ્ધ ગુજરાતી ટીકા અને સ્પષ્ટ ઉદાહરણ સહિત. લેખક-રા. રા. જેશી વૃંદાવન માણેકલાલ ઠે. કાળુપૂર, નવાદરવાજા કંસારાવાડ-અમદાવાદ. લેઝડ કાગળ, પાકું | પૃષ્ઠ ૧૭૫. મૂળ સંસ્કૃત લોક સહિત ગ્રંથનું ગુજરાતી ભાષાંતર લેખકશ્રોએ સરળ ભાષામાં લખ્યું છે. જ્યોતિષ શિખનારાઓ માટે તેમજ જ્યોતિષનો શોખ ધરાવનારાઓ માટે આવું ઉપયોગી પુસ્તક પ્રકટ કરવા જેશીજીને ધન્યવાદ છે. આ ગ્રંથમાં ગણિતાધ્યાય, ભાવાધ્યાય અને ફળાધ્યાય નામક ત્રણ અધ્યાય છે. પ્રથમાધ્યાયમાં વર્ષ પત્રિકા બનાવવાનું ગણિત સવિસ્તર ઉદાહરણ સાથે પ્રગટ થયું છે, બીજાધ્યાયમાં ચળિ ગયેલા ગ્રહોનું ફળ આપવામાં આવ્યું છે. ત્રીજા અધ્યાયમાં વર્ષ પત્રિકાનું ફળાદેશ આપવામાં આવ્યું છે. જોશીજીએ ગ્રંથ પાછળ સારી મહેનત લીધી છે. અભ્યાસીઓએ તેને ઉત્તેજન આપવું ઘટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com