________________
ગ્રંથ શુદ્ધ ગુજરાતી ભાષામાં હોવાથી સાંપ્રત સમયના જ્યોતિષીઓને
જ્યોતિષ વિદ્યાના શોખીનને તથા અન્ય સાક્ષર સદ્દગ્રહસ્થને અવશ્ય સંગ્રહ કરવા ગ્ય છે. ઈતિશુભમ.
ડોકટર માધવલાલ ગીરધરલાલ સંઘવી.
એલ. એમ. એન્ડ એસ.
રા. રા. તિષી વૃદાવન માણેકલાલ અમદાવાદ
વિશેષ તમારા તરફથી “તાજિકસારસંગ્રહ” નામનો ગ્રંથ અભિપ્રાય માટે મળ્યો તે વાંચીને મને ઘણો જ આનંદ થયો છે. કારણકે આ તાજિકશાસ્ત્ર બ્રહ્માના મુખકમળથી નીકળ્યું છે વ્ર હિત મનોમનુના ચવનાથ તત્વ / ચેન ય તનવં તત્યચક્તિ' પ્રથમ બ્રહ્માએ જે શાસ્ત્ર સૂર્યનારાયણને કહ્યું તેજ શાસ્ત્ર સૂર્યનારાયણે યવનાચાયને કહ્યું છે. તેના ઉપરથી યવનાચાર્યે જે શાસ્ત્ર પ્રગટ કર્યું તેજ શાસ્ત્ર તાજિકશાસ્ત્ર નામથી જગતમાં પ્રસિદ્ધ છે. તાજિકશાસ્ત્રાચાર્ય ટોડરાનંદ, ખત્ત, ખુત, રમક, હિલ્લાજ, દુર્મુખ તથા ધિષણાચાર્ય પ્રણિત તાજિકશાસ્ત્ર ઉપરથી નીલકંઠવસે તાજિક નીલકંઠી, ગણેશદૈવ તાજિકભૂષણ, બાળકૃષ્ણભટ્ટે તાજિક કૌસ્તુભ, હરિહરભદ્દે તાજિકસાર, કેશવાચાર્યો તાજિક કેશવી તથા જીવનાથદૈવ તાજિક દર્પણ નામક ગ્ર બનાવ્યા છે. તે જ પ્રમાણે તમે એ પણ પૂર્વોક્ત અને અન્ય તાજિકશાસ્ત્રના ગ્રંથો ઉપરથી મંથન કરી શુદ્ધ ગુજરાતી ટીકા અને સ્પષ્ટ ઉદાહરણ સહિત તાજિકસારસંગ્રહ નામને ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે. તેથી કરીને જ્યોતિવિદેને, જ્યોતિ શાસ્ત્રના શોખીનોને તથા જ્યોતિશાસ્ત્રનું અધ્યયન કરવાની ઈચ્છાવાળા વિદ્યાર્થીવર્ગને વર્ષપત્રિકાનું ગણિત બનાવવા માટે તથા તેનું ફળાદેશ જેવા માટે આ ગ્રંથ ઘણો જ ઉપયોગી થઈ પડે તેવો છે. એટલા માટે તમને શુદ્ધ અંત:કરણથી ધન્યવાદ આપું છું, તમોએ લીધેલા શ્રમનો બદલે ઈશ્વર અવશ્ય આપે એવી મારી તેના પ્રત્યે પ્રાર્થના છે. તા. ૭–૨–૧૯૩૨ જ્યોતિર્વિદુત્તમરામ દુર્લભરામ સંસ્થાપિત, લી. શુભેચ્છક જ્યોતિષ પાઠશાળાના અધ્યાપક. અમદાવાદ.
જેશી મણિશંકર ચકુરામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com