________________
૧૬
તાજિકસારસંગ્રહ.
અર્થ:--જન્મકાળમાં ગુરૂ આઠમાસ્થાનમાં હોય અને વર્ષમાં અધિકાર રહિત હોય તે ઉપર સુકની દષ્ટિ હોય તે પ્રત્યુત્તર (વાદવિવાદ) માં જય મળે છે. તથા મંગળ બારમાસ્થાનમાં હોય અને સૂર્ય બીજા સ્થાનમાં હોય તો વિવાદમાં કલેશ થાય એ પ્રમાણે કહેવું. ૧૭૧
रिपुगोत्रकलिभीतिः संख्ये कुजहतेऽब्दपे ॥ दग्धो जन्मांगपो वर्षेऽष्टमो रोगकली दिशेत् ॥ १७२ ।।
અર્થ:–વર્ષને રાજા મંગળથી યુક્ત હોય તે શત્રુઓથી તથા પિતાના વંશના શત્રુઓથી કલેશ અને સંગ્રામમાં ભય આપે છે. જન્મલગ્નને સ્વામી અસ્તગત થઈને વર્ષ કાળમાં આઠમાસ્થાનમાં રહેલો હોય તે રેગ અને કલેશને આપે છે. ૧૭૨
मेषे सिंह धनुष्यारे ऽब्दपेरंधेऽसितोभयम् ॥ मृत्यौ मृतीशलग्नेशौ मृत्युदौ पापडग्युतौ ॥ १७३ ॥
અર્થ–મેષ, સિંહ અને ધનરાશિનો મંગળ વર્ષેશ થઈને આ ઠમા સ્થાનમાં હોય તો તલવારથી ભય કરે છે તથા આઠમા સ્થાનનો સ્વામી અને લગ્નને સ્વામી આઠમા સ્થાનમાં પાપગ્રહથી યુક્ત અથવા દષ્ટ હોય તો મરણને આપે છે. ૧૭૩ सार्के शनौ भौमयुते खाष्टस्थे वाहनाद्भयम् । सार्के भौमेष्टमस्थे तु पतनं वाहनाद्भवेत् ।। १७४ ॥ અર્થ:-શનિ અને સૂર્ય મંગળ સહિત દશમા અથવા આઠમા સ્થાનમાં હોય તે વાહનથી ભય કરે છે તથા સૂર્ય સહિત મંગળ આઠમા સ્થાનમાં હોય તો પણ વાહન ઉપર પતન થાય છે. ૧૭૪ सारेऽब्दपेऽष्टमे मृत्युश्चन्द्रेत्यारिमृतौ मृतिः ॥ उदिते मृतिसझेशे निर्बले जीविते मृतिः ॥ १७५ ॥
અર્થ–મંગળ સહિત વશ આઠમાસ્થાનમાં હોય તો મૃત્યુને આપે છે. ચંદ્રમા છઠ્ઠા, આઠમા અને બારમાસ્થાનમાં હોય તે મૃત્યુ કરે છે તથા મૃત્યુ હમેશ ઉદયી હોય અને જીવિતસહમ બળથી રહિત હોય તો પણ મરણ કરે છે. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com