________________
૧૫૨
તાજિકસારસંગ્રહ.
સહકમાવાવિવારઃ अब्देशेऽसिते वापि सबले पापवर्जिते ।
सौख्यं मिथः सोदराणां व्यत्ययाद्वयत्ययं वदेत् ॥१२२।। અર્થ:–વર્ષેશ સૂર્ય અથવા શુક બળવાન થયું હોય અને તે પાપગ્રહથી યુક્ત અથવા દષ્ટ ના હોય તે પરસ્પર ભાઈઓનું સુખ મળે છે. તથા પાપગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તો વિપરીત ફળ કહેવું અર્થાત્ ભાઈઓની સાથે પરસ્પર કલેશાદિ ઉપદ્રવ કહેવો.૧૨૨ दग्धेकलिः सहजपेब्दपतौ तयोर्वा जीवेवलेन रहिते सहजे सहोत्थैः।। वैरं तृतीयभवनाधिपतीसराफे मांयकलि स्वजनसोदरतश्च विधात्१२३
અર્થ:–ત્રીજા સ્થાનનો સ્વામી વર્ષેશ થઈને દગ્ધ અર્થાત્ દુષ્ટ સ્થાન અસ્તરતાદિ દોષ સહિત હોય તો તે માણસને યુદ્ધાદિ કલેશ થાય છે. અથવા સૂર્ય અને શુકમાંથી કઈ એક વર્ષેશ થઈને દગ્ધ હોય તો પણ આ ફળ કહેવું. અથવા ગુરૂ બળથી રહિત થઈને ત્રીજા સ્થાનને વિષે રહેલે હોય તે ભાઈઓની સાથે વૈર થાય છે. તથા વર્ષેશ ત્રીજા સ્થાનનો સ્વામી સાથે ઈસરાફાગ કરતો હોય તો શરીરને વિષે કષ્ટ, પોતાના માણસોથી અને ભાઈએથી કલેશ કરાવે છે. ૧૨૩ यदेत्थशालः सहजेश्वरेण गुरुस्तृतीये सहजात्सुखाप्तिः॥ सारेविधौ स्यात्कलहस्तृतीये दृष्टौ युतौ नो गुरुणा यदा तौ॥१२४॥
અર્થ-જ્યારે વર્ષ લગ્નના સ્વામીને અથવા વર્ષેશને ત્રીજાસ્થાનના સ્વામી સાથે ઈન્થશાલ વેગ થતો હોય તે ભાઈઓથી સુખની પ્રાપ્તિ થાય છે. અથવા (બળવાન) ગુરૂ ત્રીજા સ્થાનમાં હોય તે પણ ભાઈઓથી સુખની પ્રાપ્તિ થાય છે. મંગળસહિત ચંદ્રમા ત્રીજા સ્થાનમાં હોય તો ભાઈઓની સાથે કલેશ થાય. પરંતુ જ્યારે ગુરૂ યુક્ત અથવા દષ્ટ ના હોય તો આ ફળ છે. ૧૨૪
सहजे सहजाधीशेऽधिकारिणि समापतेः ।।
लग्नपे वा मुथशिले मिथः सौख्यं सहोत्थयोः ॥१२॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com