SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ~- ~- ~ ~ ફળાધ્યાય ૩ જે. ૧૫૧ ~ ~ તે લખવાના કામ તથા જ્ઞાન શાસ્ત્ર અને ઉદ્યમથી ધનની પ્રાપ્તિ થાય છે. જન્મકાળમાં લગ્નને વિષે જે શુભ ગ્રહો હોય તે જ વર્ષમાં ધનસ્થાનમાં પડેલા હોય તે ધનને લાભ આપે છે. ૧૧૭ वित्तेशो जन्मनि गुरुवर्षे वर्षेशतां दधत् ॥ यद्भावगस्तमाश्रित्य लाभदो लग्न आत्मनः ॥११८॥ અર્થ:–જન્મકાળમાં ધનસ્થાનનો સ્વામી ગુરૂ હોય અને તે વર્ષકાળમાં વર્ષેશ થયેલ હોય અને તે જે ભાવમાં બેઠા હોય તે ભાવ સબંધી લાભ આપે છે. આ પ્રમાણે પૂર્વોક્ત ગુરૂ લગ્નમાં પડેલો હોય તો પિતાના પુરૂષાર્થથી લાભ આપે છે અને શરીરને પણ સુખ આપે છે. ૧૧૮ वित्ते सुवर्णरूप्यादेोत्रादेः सहजसंगः ॥ पितृमातृक्षमादिभ्यो वित्तं सुहृदि पंचमे ॥११९॥ मुहृत्तनयतः षष्ठेऽरिवद्धिानि भीतिदः॥ स्त्रीभ्यो छूनेऽष्टमे मृत्युरर्थहेतुस्तयांकगे ॥१२०॥ અર્થ –પૂર્વોક્ત ગુરૂ ધનસ્થાનમાં હોય તો સુવર્ણ રેગ્યાદિથી લાભ હોય, ત્રીજા સ્થાનમાં હોય તે બ્રાન્નાદિ (ભાઈઓ) વિગેરેથી લાભ હાય, ચેથાસ્થાનમાં હોય તો પિતા, માતા, ખેતર, ગામ આદિથી લાભ હોય, પાંચમા સ્થાનમાં હોય તો મિત્ર અથવા પિતાના પુત્રથી ધન લાભ હોય, છઠ્ઠાસ્થાનમાં હોય તો શત્રુ વગથી ધનની હાનિ તથા ભય હાય, સાતમાસ્થાનમાં હોય તો સ્ત્રીઓથી ધનનો લાભ હોય, આઠમાસ્થાનમાં હોય તે મૃત્યુ હોય, નવમાસ્થાનમાં હોય ધનનો સંગ્રહ કરનાર હોય છે. ૧૧૯–૧૨૦ खे नृपादेपकुलादायेन्त्येव्ययदो भवेत् ।। इत्थं विमृश्य सुधिया वाच्यमित्थं परे जगुः ॥१२॥ અર્થ-દશમસ્થાનમાં હોય તે રાજા તથા મંત્રી આદિથી લાભ હાય, અગીઆરમા સ્થાનમાં હોય તો રાજકુળથી ધનનો લાભ હોય, તથા બારમા સ્થાનમાં હોય તો ખર્ચ કરાવે છે. બુદ્ધિમાનેએ આ પ્રમાણે વિચાર કરીને ફળ કહેવું. એમ બીજા આચાર્યો કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035282
Book TitleTajiksara Sangraha
Original Sutra AuthorN/A
AuthorVrundavan Maneklal Joshi
PublisherVrundavan Maneklal Joshi
Publication Year1932
Total Pages224
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy