________________
ભાવાધ્યાય ૨ જે.
૧૦૭
अरिस्थानगो हायने दैत्यमंत्री जनानां विवादं रिपोीतिकष्टम् ॥ भवेद्गुलचिंताङ्गरोगप्रपीडा शिरोतिश्च नेत्रोदरे पीडनं च ॥६॥
અર્થ:–જે વર્ષમાં છઠ્ઠા સ્થાનમાં શુક હોય તો તે માણસેથી વિવાદ કરાવે, શત્રુઓથી ભય અને દુઃખ, માનસીક ગુણચિંતા, શરીરમાં રોગ તથા માથામાં, નેત્રોમાં અને પેટમાં પીડા કરે છે. ૬ कलत्रे कविश्चेत्स्थितो वर्षलग्ने कलत्रांगसौख्यं विलासादिकं च ॥ रिपोर्नाशनं मानवानां च सौख्यं भवेद्वस्त्रहेमादिलाभं करोति ॥७॥
અર્થ –વર્ષલગ્નમાં શુક સાતમા સ્થાનમાં હોય તે તે માણસને સ્ત્રીનું સુખ તથા ભેગ વિલાસાદિ સુખ આપે છે. શત્રુઓને નાશ, સુખની પ્રાપ્તિ, તથા વસ્ત્ર અને સુવર્ણને લાભ કરે છે. ૭ मृत्युस्थितो मृत्युसमं मनुष्यं शुक्रः करोतीह जनापवादम् ॥ ज्वरादिपीडामथ भीतिकष्ट नेत्रे च रोगोरिपुभिर्विवादम् ॥८॥
અર્થ: આઠમા સ્થાનમાં શુક હોય તો તે માણસને મૃત્યુની બાબર દુઃખ કરે છે. બીજા માણસે તેની નિંદા કરે, વરાદિની પીડા, ભય, દુઃખ, નેત્રમાં રેગ તથા શત્રુઓથી વિવાદ કરે છે. ૮ धर्मस्थितो धर्मकरः कविः स्यानरेन्द्रतुल्यं च नरं करोति ॥ सुखपदो भूषणवाहनादेोभूहिरण्याम्बरलाभदः स्यात् ॥९॥ .
અર્થ:–નવમા સ્થાનમાં શુક્ર હોય તો તે ધર્મને વધારે, રાજાની બરાબર સુખ, આભૂષણ, વાહન, ગાય, ભૂમિ, સુવર્ણ અને નાના પ્રકારના વસ્ત્રોને લાભ કરે છે. ૯ गगनगे भृगुनंदनसंज्ञके नृपसमो मनुजोथ महाजयः ॥ भवति गोधनधान्यसमागमो बहसुखं कृषिवाहनयोर्मतम् ॥१०॥
અર્થ –દશમા સ્થાનમાં શુક્ર હોય તો તે માણસને રાજાની ખરેખર સુખી, મહાન્ જયની પ્રાપ્તિ, ગાય, ધન, અને ધાનને લાભ, તથા ખેતી અને વાહનોનું અધિક સુખ કરે છે. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com