________________
(૪૯)
ઇચ્છું કહી મુહપત્તિ પડિલેહિ બીજી બધી ઉપધિની પડિલેહણ કરવું. ત્યાર પછી કાજો લઈ ૨૭ મા પાનાથી દેવવંદનની વિધિ મુજબ દેવ વાંદવા.
કાઉસ્સગ્ગ કરવાની વિધિ
પ્રથમ ખમાસમણું દઇ ૫ મા પાનાથી ઇરિયાવહિ, તસઉત્તરી, અન્નત્ય કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. પારીને ઉપર પ્રગટ લોગસ્સ કહેવો. પછી ખમાસમણું દઈ.
ઇચ્છાકારેણં સંદિસહ ભગવન્ શ્રી અક્ષયનિધિ તપ આરાધનાર્થ કાઉસ્સગ્ગ કરૂં ? ઇચ્છું શ્રી અક્ષયનિધિ તપ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઆએ પૂઅણવત્તિઆએ સક્કારવત્તિઆએ સમ્માણવત્તિઆએ બોહિલાભવત્તિયએ, નિસગ્ગવત્તિઆએ, સમ્રાએ મેહાએ ધિઇએ ધારણાએ અણુપેહાએ વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગં.
અન્નત્ય ઊસસિએણં નીસસિએણે ખાસિએણં છીએણં જંભાઈએણં ઉડ્ડએણં વાયનિસગ્ગેણં ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમહિ દિષ્ઠિ સંચાલેહિં, એવમાઇએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ હુ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણં વોસરામિ.
(૨૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવર ગંભીરા સુધી ન આવડે તો ૮૦ નવકારનો કાઉસ્સગ્ગ કરવો) પછી પારીને લોગસ્સ કહેવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com