________________
(૨૦)
શ્રી અક્ષયનિધિ તપનું આરાધન કરનાર
સુંદરીની કથા
(૧)
એક સમયે ખેટકપુર નગરમાં સંયમ નામનો શેઠ રહેતો હતો, તેને રૂજીમતી નામની સ્ત્રી હતી. આ દંપતી ઘણાં ધર્મિષ્ઠ હતાં અને રૂન્નુમતી તો રત્નાવલી, કનકાવલી એકાવલી આદિ ઘણા નવા નવા તપ કરતી હતી તથા જ્ઞાનાદિ ભગવદ્ ભક્તિમાં લીન રહેતી હતી.
લોકોમાં તેની પ્રશંસા થાય તે સ્વાભાવિક જ છે. તેની પડોશમાં જ એક વસુ નામના શેઠની પત્ની સોમસુંદરી હતી. તે અજ્ઞાન, અધર્મી હોવાથી રૂન્નુમતીની ખૂબ નિંદા કરતી હતી. એક સમયે નગરમાં આગ લાગી. સંયમ શેઠનું ઘર આગમાં સપડાવાની તૈયારીમાં હતું. સોમસુંદરીએ માન્યુ ‘એનું ઘર બળ્યું' પણ બળ્યું નહિ. બીજી વખત ગામમાં ધાડ પડી, એટલે પેલી સોમસુંદરીએ ચિંતવ્યું-શેઠને લૂંટાઈ જાય તો સારું, રૂન્નુમતીના તપબળથી ધાડપાડુઓ સંયમ શેઠના ઘર સામે જોયા વિના જ ચાલ્યા ગયા. જુઓ, ધર્મનો-તપનો આ કેવો સાક્ષાત્ પ્રભાવ છે. સોમસુંદરીએ તો નિંદા કરીને તેમજ બુરુ ચિંતવીને ઘણું પાપ બાંધ્યું.
‘જે જેવું કરે તે તેવું ભરે’ નિયમ પ્રમાણે સંયમ તથા રૂજુમતી તો શુદ્ધ ધર્મ સેવીને મૃત્યુ પામી સ્વર્ગમાં ગયા. જ્યારે સોમસુંદરીનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com