SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતામણિ પ્રાર્થનાથની મૂતિ કુવામાં છે ત્યાંથી મૂર્તિને બહાર કાઢી એક દેરાસર બંધાવી તેમાં પધરાવે. આ શ્રાવકે પિતાનાં સ્વપ્નની વાત તે વખતે સુરતમાં જે યતિજી હતા તેમને કરી, અને સાથે જણાવ્યું કે મારી પાસે કાંઈ મૂડી નથી. માત્ર એક રૂપીયો અને એક કેડી . યતિજીએ ગમે તે બળે પણ શ્રાવકને કહ્યું કે આ કોથળીમાંથી તને જોઈએ તેટલા રૂપિયા મળશે, તું દેરાસર બંધાવ પણ એક શરત કે આ કોથળી કદી ઠાલવીસ નહિં. પછી કુવામાં તપાસ કરતાં મૂતિ મળી આવી અને આ દેરાસર બંધાવ્યું. આજે એ કુવો આજ દેરાસરમાં મોજુદ છે. પેલી કથળી અને કેડી પણ મૌજુદ છે. એ પ્રાચીન દેરાસર સંબંધી પણ ઉલ્લેખ મળી આવે છે.” -ગુજરાત સર્વ સંગ્રહના કર્તા પાને ૫૩૧ મે જણાવે છે કે મેરઝા સામેની કબર ૧૫૪૦ માં ખુદાવીંદખાને બંધાવી છે. કબર પાસેની લાકડાની મસજીદ છે તે શાહપુર મહેલ્લામાં જૈનનું દેવલ હતું તે તેડીને તેમાંના સામાને બંધાવી.” આ ઉપરથી સમજાય છે કે આ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર પન્નરમાં સૈકામાં હોવું જોઈએ, તે સાથે જેનેની કેટકેટલી સ્મૃદ્ધિ, ઈતિહાસ અને સંસ્કૃતિ કાળને ભોગ થઈ પડી છે તે સ્પષ્ટ સમજાશે. ૩૨. શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. નામ–શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. સ્થળ–સૈયદપુરા. મૂળનાયક—શ્રી ચંદ્રપ્રભુજી. વહીવટદાર–શેઠ ચુનીલાલ સુરચંદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy