________________
સુમુખપાદિ ચાર મિત્રોની કથા. (૮૫) જેવા હેઠ, ઉન્નત નાસિકા, હાથીના જેવી ગતિ, દક્ષિણાવર્તી નાભિ, કેમળ અંગ, મનહર ગુટી, હાસ્યથી કમલ સમાન મુખ, સુસ્વર, સારા કેશ હોય, તે પુત્રવની અને સુભગ સ્ત્રી સમજવી, તેનો પતિ પ્રાય: રાજા થાય. જે દેવ, ગુરૂ, માબાપ, સાસુ, સસરાની ભક્તિ કરનાર, ભાઈ, બાંધપર સ્નિગ્ધ, ધર્મ, હાચારને જાણનાર, આલસ્યરહિત, વિનય, આચિત્યમાં દક્ષ, ગીતાદિકલા તથા ૨સેઈ વિગેરે વિજ્ઞાન તથા શીલને ધારણ કરનાર સ્ત્રી લક્ષણ રહિત છતાં સુખ પામે છે અને લક્ષણહિત છતાં ઉક્ત ગુણેથી રહિત હોય તે અયોગ્ય છે. ૨. આ
એ પ્રમાણે સ્ત્રીનાં સામાન્ય લક્ષણ અને અને અલક્ષણ સાંભળી રાજાએ આશ્ચર્ય તથા આનંદ પામીને નૈમિત્તિકને ક હે સુજ્ઞ! કંઈક વિશેષ જ્ઞાન સાંભળવા ઈચ્છું છું. કન્યાના લક્ષણાદિ કહે, કે જેથી આશ્રમ સફલ થાય.” ત્યારે નિમિત્તીય બે – હે રાજન ! આ કન્યા સુલક્ષણ છે, એ ક૯૫લતાની જેમ પતિ વિગેરેને અભીષ્ટ આપનાર થશે, એના હાથ, પગ ચકાદિથી અંકિત છે અને ભાલમાં સ્વસ્તિક છે. જે એ કન્યાને પરણશે, તે બધા રાજાઓને સેવનીય થશે. વળી એ પુત્રવતી, દેવ, ગુરૂની ભક્ત, યશસ્વતી, સુશીલા, સુખ સહિત અને ભતોને સદા ઈષ્ટ થશે. ” એમ સાંભળીને પ્રમોદ પામતા રાજાએ તેને દાન દઈ, વિર્સજન કરી, દિન કૃત્ય સાધીને રાત્રે પ્રિયા સહિત શયન કર્યું. અને રાત્રીના છેલ્લા પહોરે નિદ્રા તજીને તેણે વિચાર કર્યો કે આ સર્વ લક્ષણવાળી કન્યા, કયા ભાગ્યશાળીને આપવી? અહા જેને હું એ આપીશ, તેની માટે સેવા કરવી પડશે, કારણકે જ્ઞાનીનું વચન મિથ્યા ન થાય, પોતે ઉત્પન્ન કરેલ, યત્નથી ઉછરેલ, અભીષ્ટ અને પાલન કરાયેલ છતાં કૃપણની લક્ષ્મીની જેમ પુત્રી, પરેનેજ ઉપકાર કરે છે. અહા! દેવને ધિક્કાર છે, કે જેણે આને મારી પુત્રી પણે ઉન્ન કરી. જે મારી ભાર્યા બનાવી હોત, તે હું જગતને જીતનાર થાત. અથવા તે આ બાલા અત્યારે મને આધીન જ છે. જે હું પતે એને પરણું, તે મારી પોતાની વસ્તુમાં કેણ અટકાવનાર છે? પોતે ઉપ્તન્ન કરેલ, ઉછેરીને મેટી કરેલ તથા રૂપમાં દેવાંગના કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com