________________
ચાર નિયમો પાળવા ઉપરઆજેજ અંતઃપુરથી અહીં આવતાં મારા પગ દુખે છે, માટે હે મંત્રિન ! તું પોતે તેલ લઈને ચાલાકીથી મર્દન કર.” આથી મંત્રીને વિચાર થયે કે-આ રાજ્યથી મસ્ત થઈ ગયે છે, તેથી મને પણ આવો આદેશ કરે છે.” એમ ચિંતવીને તે બોલ્યા- હે રાજન ! સુકુમાલપણને લીધે તારા ચરણ ચાલવામાં અસમર્થ થઈ ગયા છે, માટે પત્થરથી તેને ઘસી, કર્કશ બનાવીને સમર્થ બનાવ.” આ તેના અવજ્ઞા વચનથી રાજાએ ક્રોધાયમાન થઈને કહ્યું કે-“હે સુભટો ! આ દુષ્ટને મારી બાંધીને જેલમાં નાંખી દ્યો.” એમ સાંભળ્યા છતાં જ્યારે તેમ કરવાને કઈ ઉભું ન થયે, ત્યારે રાજાએ દેવને યાદ કરી ચિત્રમાં રહેલા પુરૂને દષ્ટિથી પ્રેરણા કરી. એટલે તરતજ ભીંતપરથી ઉતરી જેના શરીર મેટા થઈ ગયા છે એવા તેમણે આજ્ઞાભંગ કરનારા તથા આનંદ કરતા મંત્રીઓ વિગેરેને સખત માર મારીને એકદમ બાંધી લીધા. અને કેદખાનામાં લઈ જતાં તે બેલ્યા કે- તુંજ અમારે સ્વામી છે. અમ દીનને શરણ આપી, અપરાધ ક્ષમા કરીને મુક્ત કર.” ત્યારે દયા આવતાં રાજાએ દષ્ટિ માત્રથી તેમને છુટા કર્યા. એટલે તે તથા બીજા પણ રાજાને પગે લાગી, ભય પામીને કહેવા લાગ્યા–“હે સ્વામિન ! મહા પ્રભાવી તારી અવજ્ઞા કરતાં તેના માઠા ફલને જેનારા અમ કિંકર પર પ્રસાદ કરીને જીવન પર્યત અમારે સ્વીકાર કર.” ત્યારે તેમની પીઠ પર હથ સ્થાપીને રાજાએ તેમને સત્કાર કર્યો. ત્યારથી દષ્ટિમાત્રથી પ્રેરણા કરતાં, તે રાજાને હુકમ બજાવતા હતા. કહ્યું છે કે – " अवंध्यकोपस्य निहन्तुरापदां, भवन्ति वश्याः स्वयमेव देहिनः । अमर्षशून्येन जनस्य जन्तुना, न जातहार्देन न विद्विषाऽऽदरः" ॥१॥
અર્થ– આપદાઓનો નાશ કરનાર અને જેનો ક્રોધ વૃથા ન હોય એવા રાજાને પ્રાણીઓ (લકે ) પોતે વશ થઈ જાય છે, પણ અમfશન્ય માણસ, બીજાને આદર બતાવી શકતા નથી તથા અમર્ધન્ય શત્રુ, બીજાને જય ઉપજાવી શકતા નથી.” પોતાના ઉત્સંગમાં પગને રાખ્યા છતાં ચંદ્રમા મુગલાંછન
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat