________________
આ ગ્રંથ મૂળ સંસ્કૃતમાં આ સભા તરફથી પ્રસિદ્ધ થયા છે, અને તે અત્યુપયેાગી હાવાના કારણથીજ તેનું ભાષાંતર કરાવી, આ માસિકના ગ્રાહકાને આ ઉત્તમ ઉપદેશક ગ્રંથ ભેટ આપવાની આજ્ઞા જન સમાજના કલ્યાણુ અર્થે શ્રીમાન પ્રવકજી મહારાજ શ્રી કાન્તિવિજયજીના સુશિષ્ય વિદ્વાન મુનિવર્ય શ્રીમાન્ ચતુરવિજયજી મહારાજે કરેલી હોવાથી અમે તેઓશ્રીના ઉપકાર માનીયે છીયે.
આવા ઉપદેશક ગ્રંથ પ્રકટ કરવા માટે શ્રીમાન્ મુનિરાજશ્રી કપૂરવિજયજી મહારાજના ઉપદેશથી શ્રી વઢવાણુ કાંપના શ્રી સંધ મારફત જ્ઞાન ખાતાની ઉપજમાંથી એક રકમ મળેલ છે, તેમજ આ ગ્રંથ છપાયા પછી સાદ્યંત વાંચી જવાની કૃપા જે બતાવી છે તે માટે ઉક્ત મહાત્માને પણ આ સ્થળે ઉપકાર માનીયે છીયે.
હજુ સુધીપણુ કાગળ તથા પાઇની મોંધવારી ચાલતી હેાવાથી, જ્યારે દરેક પેપર–માસિકાના સંચાલકાએ તેનું લવાજમ વધાર્યા છતાં આ સભાએ જન સમાજને ઓછી કીંમતે વાંચનના બહેાળા લાભ આપવાની ખાતર શ્રો “આત્માનંદ પ્રકાશ” માસિકનું લવાજમ તેનું તેજ રાખેલ છે, અને દર વર્ષે ભેટ તરીકે આવા સુ ંદર સુખોધક ગ્રંથી આ માસિકના ગ્રાહાને ભેટ આપવાના ક્રમ હજી સુધી આ સભાએજ માત્ર ચાલુ રાખેલ હાવાથી આ વીશમા વર્ષની માસિકની ભેટ તરીકે આ અપૂર્વ ગ્રંથ અમારા માનવતા ગ્રાહકાને પ્રેમ પૂર્વક અણુ કરીએ છીયે, જેની કદર અમારા સુજ્ઞ ગ્રાહકેા કર્યાં સિવાય રહેશેજ નહિ. આ ગ્રંથમાં પ્રેસ દોષ કે દૃષ્ટિ દોષથી કાઇ સ્થળે સ્ખલના રહી ગયેલ હાય તા તે માટે ક્ષમા યાચીયે છીયે.
લેખક,
ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ-ભાવનગર.
સેક્રેટરી.
•••
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com