SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર નિયમ પાળવા ઉપર રાજાને વિનયથી રોકીને કુમાર પિત સન્ય લઈને ગયે. ત્યાં ઢંઢયુદ્ધથી તેને જીતી, બાંધી લાવીને તેણે પિતાને તે સુપ્રત કર્યો. પુત્રના પરાકમથી વિસ્મય પામી રાજાએ તેને પોતાને સેવક બનાવ્યું. હવે બાલક છતાં અતુલ પરાક્રમી એવા સુમુખ કુમારને રાજ્યલાયક સમજી અને પિતાના શિરે પલિત (પની) જોઈ, પ્રતિબંધ પામીને રાજાએ તેને રાજ્યસન પર બેસાર્યો, અને પિતે અમારી પટહ વગડાવી, જિનેશ્વર અને શ્રી સંઘની ગ્ય રીતે પૂજા કરીને સુગુરૂની પાસે દીક્ષા લીધી. પંડિતે સમયના જાણકાર હોય છે. હવે સુમુખ નવા રાજાએ પરાકમથી શત્રુઓને જીતીને મહાદાન અને પોતાના પ્રતાપથી જગતને યશમય બનાવી દીધું. એકદા પૂર્વના સેનાપતિ વિગેરેને નિશ્ચિત કરીને તેણે પોતાના નવા ત્રણ મિત્રોને તેમના પદપર સ્થાપન કર્યા. તે સ્નેહાળ અને વિશ્વાસપાત્ર મિત્રને રાજ્યભાર સેંપીને રાજા પોતે નિશ્ચિંત થઈને વિષયમાં તલ્લીન બન્યું. અંતઃપુરમાં જતાં તે પ્રાય: સ્નેહથી મૂઢ બનીને સાભાગ્યાદિ ગુણેના ભંડારરૂપ અને મનને હરણ કરનાર એવી કીર્તિમતી સાથે જ સદા વિલાસ કરતે, અને સેનાપતિ, પ્રધાન અને નગર શેઠના પુત્ર, પિતાના પદે આવીને રાજ્યધુરાને તે તેના મિત્રોજ ચલાવતા હતા. એક વખતે તે મિત્રોએ મળીને વિચાર કર્યો કે આપણા બળથીજ આ રાજા સુખી થઈને રાજ્ય ભોગવે છે. ” આ વાત દાસીએ સાંભળીને રાણીને કહી અને રાષ્ટ્રએ રાજાને નિવેદન કરી. એટલે રાજાએ વિચાર કર્યો કે- આ સત્ય છે કે નહિ?” તેને નિર્ણય તે કયાંક કર. જે રાજ્ય ભોગવવાનું ભાગ્ય મારૂં હશે, તે એમની મિથ્યા ઉક્તિથી શું ? અને જો તેમ ન હોય, તે અન્યના બલથી પ્રાપ્ત થયેલ આ રાજ્યથી મારે શું? માટે એ કોની સાથે પરદેશમાં જઈને મારા પુણયની પરીક્ષા કરીશ. જે પુણ્ય હશે, તે એમને તે બતાવીને પછી એગ્ય લાગશે તેમ કરીશ.” એ નિશ્ચય કરી, કોઈને જીતવાના બાનાથી પિતાના દેશની સરહદ (સંધિ) પર આવીને રાજાએ પોતાના લક્ષ્યને ધ્યાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035278
Book TitleSumukhnrupadi Dharm Prabhavakoni Katha
Original Sutra AuthorN/A
AuthorVallabhdas Tribhuvandas Gandhi
PublisherJain Atmanand Sabha
Publication Year1923
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy