________________
ધર્મધનની કથા.
(૨૩)
એક દિવસે પોતાના મિત્રોની સાથે નગરમાં સ્વેચ્છાએ વિલાસ કરતો ધમધન, ગવાક્ષમાં બેસતી તેણીના જોવામાં આવ્યું. એટલે લોચનરૂપ કૈરવને ચંદ્ર સમાન તથા કાંતિના નિધાન એવા તેને જોતાં જ સ્નેહ રસથી છલકત તેણુને હૃદયરૂપ સાગર ઉલ્લાસ પામે, અને પૂર્વસંસ્કાર જાગ્રત થતાં તરત નેહરાગના વશથી રસતરની વિસ્મૃત્તિ થતાં તેનામાં તેને બહુજ ઉત્સુકતા પ્રાપ્ત થઈ. એટલે તેના દર્શનરૂપ પવનથી માનરૂપ નિબિડ વાદળાં વિખરાઈ જતાં તેના હૃદય રૂપ આકાશમાં કામરૂ૫ સૂર્યને તાપ પ્રગટી નીક. તેના ઇગિતાકારથી તે સ્વરૂપ જાણીને લાવતીએ પિતાની દાસી મેકલીને ધર્મધનને સ્નેહથી બેલાબે, પણ વેશ્યાના ઘરે આવવાની તેની મરજી ન થઈ. ત્યારે વેશ્યાએ તેના મિત્રને બેલાવી સંતુષ્ટ કરીને કહ્યું–ધમધનને ગમે તે રીતે અંહી સત્વર લઈ આવે.” આ તેનું વચન કબુલ રાખી, તેને પ્રમેદ પમાડી, તેઓ ઘરે ગયા અને ધર્મધનની આગળ અનંગવતીને ગુણે વારંવાર વખાણવા લાગ્યા. તે શ્રાવક છે કે તેને ઈચ્છતો ન હતો, તથાપિ બીજા ઉપાય તથા બાના બતાવીને તે મિત્રો તેને વારંવાર તેણીના ઘર આગળથી લઈ જવા લાગ્યા. એટલે અનંગવતી પણ તેના દર્શનામૃતના સિંચનથી વિયેગાગ્નિના તાપને વારંવાર શાંત કરવા લાગી. એક દિવસે કોપાયમાન હાથી સામે આવતું હતું, તેના ભયને લીધે મિત્રો ધમધનને બલાત્કારથી નજીકના તે વેશ્યાના ઘરમાં લઈ ગયા. મેઘને જોતાં મયુરીની જેમ તેને જોઈને અનંગવતી આનંદ પામી અને એવી ચતુરાઈથી તેની બરદાસ કરી કે જેથી તે પ્રેમાળ બની ગયું. પછી નેત્રરૂપ પાત્રથી તે તેણીનું લાવણ્ય જેમ જેમ પિતે ગયે, તેમ તેમ તેના સંગમરૂપ અમૃતને પિપાસુ બનતે ગયે. તેણુના કટાક્ષરૂપ વિજળી સહિત નેહરસની વૃષ્ટિથી તેના ક્ષેત્ર (શરીર) માં રોમાંચના મિષથી રાગના અંકુરે ઉત્પન્ન થયા. તે જાણુને–અમે જેટલામાં એક કામ કરીને આવીએ, તેટલીવાર તું અહીંજ બેસજે” એમ કહીને મિત્રો ચાલ્યા ગયા. એટલે સજજડ નેહપાશથી અંદરના ઘરમાં લઈ જઈને તેણએ આનંદ પૂર્વક તેને દિવ્ય પલંગ પર બેસાય. અને કહ્યું કે “હે પ્રભે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com