SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સુમુખનૃપાદિ ચાર મિત્રોની કથા. () લાવીને તે સુંદરને વિશ્વને હિતકારી ધર્મ તથા તેનું ફલ સમજાવ્યું -એક ધર્મના અનુસારે જ બધા પ્રાણીઓની ઈચ્છા અને વ્યવસાયે સુખદાયક નીવડે છે. માટે તેનું જ આરાધન કરવું. મનુષ્ય તથા દેવાદિની જુદી જુદી અવસ્થાઓના કારણરૂપ એક ધર્મજ છે. માટે દુ:ખથી કંટાળેલા સુખાથી જીએ એ એક ધર્મનું જ સેવન કરવું' એ પ્રમાણે સાંભળી પ્રતિબોધ પામી, ધર્મની ઈચ્છા થતાં તે બે – “ હે પ્રભો ! હું નેકર, જે ધર્મને નિર્વાહ કરી શકું, તે ધર્મ બતાવે” ગુરૂ બેલ્યા– “ વાંછિત આપનાર એવા જિનદેવને નિત્ય નમન કરવું તથા ચારિત્રધારી સાધુ (ગુરુ) ને વંદન કરવું તેજ ધર્મનું મૂલ છે. પંચ નમસ્કારનું ધ્યાન ધરવું તથા સ્વદાર સંતોષી થઈ શીલ પાળવું. આ ચાર ધર્મથી તારે ચાર ગતિને છેદ થશે. મનહર સ્ત્રીઓ, સમુદ્રપર્યત પૃથ્વીનું રાજ્ય, દીર્ધાયુ, રૂપ, યશ, ઇંદ્રપદ અને છેવટે મેક્ષ–એ આ ધર્મના ફળ છે. ” ત્યારે તે ભવ્ય બોલ્યા- “હે ભગવદ્ ! જિનેશ્વર દેવ તથા ગુરૂને દરરોજ નમ્યા વિના હું ભજન કરીશ નહિ, પંચ નમસ્કારનું ધ્યાન ધરીશ અને નિર્દોષ સ્વદારા સંતેષ વ્રત પાળીશ.” આ ચાર નિયમ લઈને આપત્તિમાં પણ હિમ્મતથી આચરતાં તેણે ગુરૂનું કથન ફલસહિત પત્નીને કહી સંભળાવ્યું. એટલે શ્રદ્ધા થતાં નિયમ લઈને પાળતી એવી તેને જઈને બીજી ત્રણ દાસીઓએ તેને પૂછીને તે જ પ્રમાણે નિયમ લીધા. એ પ્રમાણે ચાર દાસીઓ તથા સુંદર કરે શુભ ભાવથી એ ચાર નિયમનું બરાબર રક્ષણ કર્યું. એકદા સ્વામીના હુકમથી ક્યાંક ગ્રામાંતર જતાં જિન અને મુનિયેગના અભાવે સુંદરને ત્યાં ત્રણ દિવસના ઉપવાસ થયા. ચોથે દિવસે ઘરે આવતાં તેણે અરિહંત તથા મુનિને વંદન કરીને ભેજન કર્યું. આ તેના સાહસની બધાએ કરૂણ લાવીને પ્રશંસા કરી. પછી સુંદરી વિગેરે ત્રણેએ મંદરાદિક પિતાના સ્વામીઓને કહ્યું- “સુંદરની જેમ તમે આ નિયમ કેમ પાલતા નથી?” તે બેલ્યા–“અમે એ નિયમોનું હમેશાં પાલન કરવાને સમર્થનથી, પણ સુંદરને સહાય કરીશું અને વચવચમાં એ નિયમો પણ પાળીશું' ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035278
Book TitleSumukhnrupadi Dharm Prabhavakoni Katha
Original Sutra AuthorN/A
AuthorVallabhdas Tribhuvandas Gandhi
PublisherJain Atmanand Sabha
Publication Year1923
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy