________________
४८६
મૂળ જૈન ધર્મ અને એથી ઊલટું, મિથ્યાત્વી દેવાની વાત જુઓ. શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં–ગોશાળાના ભક્ત મિથ્યાત્વી દેવે કુંડલિક શ્રાવકને જૈન ધર્મથી ભ્રષ્ટ કરવા ઘણું ઉપાય કર્યો. કુંડલિકે તે દેવને ઘણી યુકિતથી શુદ્ધ ધર્મને બંધ કર્યો છતાં તેણે પિતાની હઠ ન છેડી.
શ્રી રાજપક્ષીય સત્રમાં કહ્યું છે કે સૂર્યાભદેવે તેનાં આભિયોગિક દેવની સાથે ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે આવી વંદના કરીને પછી સમવસરણ રચી ભક્તિ કરવાની ઈચ્છા જાહેર કરે છે. ત્યારે શ્રી વીર પ્રભુએ શ્રીમુખે ફરમાવ્યું છે કે
ચિર કાળથી દેવતાઓએ આ કામ કામ કર્યું છે. હે દેવાનુપ્રિય! તમારે એ આચાર છે, તમારું એ કર્તવ્ય છે, તમારી એ કરણી છે. તમારે એ આદરવા યોગ્ય છે. મેં તથા બીજા તમામ તીર્થ કરીએ અનુજ્ઞા આપેલી છે. ”
આ પ્રમાણે સાક્ષાત ભગવાને જ વખાણ કરેલ છે.
ભગવાનનાં પાંચે કલ્યાણક વખતે દે ભારે મહેસૂવ કરે છે. એમ જંબુદ્વીપ પ્રાપ્તિ સત્રમાં કહ્યું છે.
જિનશ્વરદેવનાં અસ્થિઓને કેવા ઉત્તમ ભાવથી અનેક અસુરકુમાર દેવદેવીઓ તથા ચમર અસુરેન્દ્ર વગેરે પૂજે છે તેનું વર્ણન તથા ફળ શ્રી ગૌતમ સ્વામીના પૂછવાથી શ્રી મહાવીર પરમાત્માએ શ્રી ભગવતી આદિ સૂત્રમાં ફરમાવ્યું છે.
શ્રી જખદીપ પ્રગતિમાં પણ દાઢાના અધિકારે કહ્યું છે કે – કેટલાક દેવે જિન ભક્તિ જાણું તથા કેટલાક ધર્મ જાણી પ્રભુની દાઢા
અસ્થિઓને લીએ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com