________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
४१८
'-
:-:-:-:-:--
--
--
ભરતરાજાએ શ્રી ઋષભદેવ સ્વામીને આ વીશીમાં થનારા તીર્થકરેના નામ, લાંછન, વર્ણ શરીરનું પ્રમાણ વગેરે પૂછીને તે પ્રમાણે શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર જિનમંદિર બનાવી સર્વ તીર્થ કરની પ્રતિમા આબેહુબ આકારની સ્થાપના કરી.
આથી સિદ્ધ થાય છે કે વેવીશ તીર્થકર થયા પહેલાં પણ તેમની મૂર્તિઓ મંદિરે વગેરે દ્વારા ભક્તિ કરવાનો રિવાજ સનાતન કાળથી ચાલ્યો આવે છે. અને તેને મહાન જ્ઞાની પુરુષોએ પણ સ્વીકારે છે.
પ્રશ્ન ૧૨–મૂર્તિ તે એકેન્દ્રિય પાષાણની હેવાથી પહેલા ગુણસ્થાનકે છે તેને ચેથા પાંચમા ગુણસ્થાનકવાળા શ્રાવક તથા છઠા સાતમા ગુણસ્થાનકવાળા સાધુ કેમ વંદન પૂજન કરે?
ઉત્તર–પહેલાં તે મૂર્તિને એકેન્દ્રિય કહેનાર પુરુષ જૈન શાસ્ત્રોથી અનાત છે. ખાણમાંથી ખેદી કાઢેલ પત્થર શસ્ત્રાદિ લાગવાથી સચિત્ત રહેતો નથી એમ શાસ્ત્રકારે ફરમાવે છે. અચિત્ત વસ્તુમાં ગુણસ્થાનક ન હેય.
હવે જે ગુણસ્થાક રહિત વસ્તુને માનવાને સર્વથા નિષેધ કરશે તે પણ મહાદેશના ભાગી થવાશે કારણ કે સિદ્ધ ભગવાન સર્વથા ગુણસ્થાનક રહિત છે. છતાં તેઓશ્રી અરિહંત દેવ પછી સર્વથી પ્રથમ નંબરે પૂજવા લાયક છે, ગુણ ઠાણ સંસારી જીવોને હેય છે, સિહના ને નહિ.
બીજી વાત એ છે કે જેમ પત્થરની મૂર્તિને ગુણસ્થાનક નથી તેમ કાગળ આદિથી બનેલાં પુસ્તકોને પણ કયું ગુણસ્થાનક છે? છતાં પ્રત્યેક મતના અનુયાયીઓ પોતપોતાના ગ્રંથોનું બહુમાન કરે છે, એ આસને મૂકે છે તથા મસ્તકે ચડાવે છે. તેની સર્વ પ્રકારની આયાતનાઓ વજે છે. થેંકના છાંટા કે પગની ઠેકર તેને લાગી જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com