________________
પ્રકરણ પચીસમું દેવ પૂજા
લેખક બ્રહ્મચારી શ્રી જિનેન્દ્રકુમાર
અહીં લેખક વૈજ્ઞાનિક રીતે મૂર્તિની જરૂરીઆત સિદ્ધ કરે છે
દેવપૂજાની વાત કરતી વખતે તેને લગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે જેમકે –
(૧) દેવ કોણ? (૨) પૂજા શું? (૩) પૂજાની આવશ્યકતા શા માટે? (૪) પ્રતિમાની આવશ્યક્તા શા માટે? (૫) જડ પ્રતિમા પાસેથી શું મળે? (૬) મંદિરની આવશ્યકતા માટે? વગેરે.
દેવ કેશુ? પહેલો પ્રશ્ન છે–દેવ કોણ? અમુક જ દેવ છે એવો નિશ્ચિત નિયમ દેવના સંબંધમાં બનાવી શકાતું નથી, કારણકે નામ આદરનું છે. અને આદર્શ એ ઇચ્છાના પૂર્ણ લક્ષ્યનું નામ છે. તેથી દેવની પરીક્ષા આપણે પોતાના અભિપ્રાયથી કરી શકાય છે.
આપણુ જેવો અભિપ્રાય હેય અથવા જેવી આપણી ઈચ્છા હોય તેવું જ એ વ્યકિત વિશેષનું લક્ષ્ય હશે. અને એવા જ કઈ યથાર્થ અથવા કાલ્પનિક આદર્શને એ સ્વીકાર કરશે. પોતે જેવો બનવા ચાહે છે તેવાની ઉપર જ તેની દષ્ટિ કરશે. બસ, એ જ તેને માટે સાચા દેવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com