________________
૪૧૮
મળ જૈન ધર્મ અને આ પાઠમાં ચૈત્ય શબ્દનો અર્થ “સાધુ” કરીને કેટલાક ઉસૂત્ર ભાષણ કરે છે, તેમને પૂછવાનું કે–સાધુને અન્ય તીર્થ ગ્રહણ શી રીતે કરે ?
જે જૈન સાધુને અન્ય દર્શનીએ ગ્રહણ કર્યો એટલે તેને ગુરુ કરીને માન્યો તે પછી તે સાધુ અન્ય દર્શની થઈ ગયું. પછી તે જૈન સાધુ કે ઈ પ્રકારે ન ગણાય. જેમ શુકદેવ સંન્યાસીએ થાવસ્ત્રાપુર પાસે દીક્ષા લીધી. તેથી તે જૈન સાધુ કહેવાયા. પણ જૈન પગ્રિહિત સંન્યાસી કહેવાયા નહિ. તેમ સાધુ પણ અતીથ–પરિગ્રહિત ન કહેવાય.
માટે ચૈત્ય શબ્દનો અર્થ સાધુ કરે એ સર્વથા વિરુદ્ધ છે.
તર્ક શંકા-ચૈત્ય શબ્દનો અર્થ પ્રતિમા કરે તો તે પાઠમાં આનંદ શ્રાવકે કહ્યું છે કે–અન્ય તીથ કને અન્ય તીય કોના દેવને તથા અન્ય તીથકોએ ગ્રહણ કરેલ જિનપ્રતિમાને વાંદુ નહિ, બેલાવું નહિ, દાન દઉ નહિ ઈત્યાદિ, તે પ્રતિમા સાથે બેસવાનું દાન દેવાનું કેમ સંભવે ?
સમાધાન-સૂત્રને ગંભીર અર્થ ગુરુગમ વગર સમજમાં આવો મુશ્કેલ છે. સૂત્રની શૈલી એવી છે કે–શબ્દને જેની જેની સાથે સંબંધ સંભવે તેની. તેની સાથે જોડીને તેને અર્થ કરે, નહિ તે અનર્થ થઈ જાય.
તેથી બોલવાનો તથા ધન દેવાનો નિષેધ અન્ય દર્શની ગુરુ આશ્રયી જાણ અને વાંદવાને નિષેધ પ્રતિમા આશ્રયી સમાજ,
અથવા ત્રણે પાઠની અપેક્ષા સાથે લેશો તે તમારા કરેલા અર્થ પ્રમાણે આનંદ શ્રાવકનું કહેવું મળશે નહિ. કારણ કે-હરિહર આદિ અન્ય દેવ કોઈ સાક્ષાત વિદ્યમાન તે વખતે હતા નહિ પણ તેમની મૂર્તિઓ હતી. તેમની સાથે બોલવાનો તથા દાન દેવાને અર્થે તમારા હિસાબે શી રીતે બેસશે?
-લેખકના પ્રતિમા પૂજન પુસ્તકમાંથી સાભાર ઉત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com