________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૩
૪૧૫ જબીપ, ભરતક્ષેત્ર, મેરુપર્વત, હાથી, ઘેડા ઇત્યાદિ વસ્તુઓ છે. તેઓને જેમ સાક્ષાત જેવાથી બંધ થાય છે તેમ તેના નામ, આકાર આદિ જેવા સાંભળવાથી પણ તે વસ્તુઓને બેધ થાય છે. ઉપાદેય વસ્તુના નિક્ષેપ
હેય અને શેયની જેમ ઉપાદેય વસ્તુ પણ ચારેય નિક્ષેપાથી ઉપાદેય બને છે.
શ્રી તીર્થકર દેવ જગતમાં પરમ ઉપાદેય હોવાથી તેમને ચારે નિક્ષેપ પણું પરમ ઉપાદેય બને છે. સમવસરણમાં બિરાજેલ સાક્ષાત શ્રી તીર્થંકરદેવ ભાવનિક્ષેપે પૂજનીક છે. માટે “મહાવીર ઇત્યાદિ તેમના નામને પણ લેકે પૂજે છે. વૈરાગ્ય મુદ્રાએ યુક્ત, ધ્યાનારૂઢ અવસ્થામાં રહેલી તેમની પ્રતિમાને પણ સ્થાપને નિક્ષેપથી લોકો પૂજે છે. તથા વ્યનિક્ષેપે તેમના જન્મ તથા નિર્વાણ અવસ્થાને પણ કાદિક દેવ ભક્તિભાવથી નમે છે, પૂજે છે અને તેને સત્કાર વિગેરે કરે છે.
એથી ઊલટું અન્ય દેવને ભાવનિક્ષેપ ત્યાજ્ય હોવાથી, તેઓના બાકીના ત્રણ નિક્ષેપ પણ સમ્યગ્દષ્ટિ આત્માઓને છોડવા લાયક બને છે.
એ જ કારણે આનંદ આદિ દશ શ્રાવકોએ હરિહર આદિ અન્ય રવને વંદન નમસ્કાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. તે વખતે હરિ, હર આદિ દવે ભાવનિક્ષેપ વિદ્યમાન નહિ હતા. માત્ર તેમની મૂર્તિઓ હતી. તેથી આનંદ આદિક શ્રાવકની ના નમવાની પ્રતિજ્ઞા
સ્થાપનાનિશે તેઓની મૂર્તિને ઉદ્દેશીને હતી, એ આપોઆપ સિહ થાય છે.
એ જ રીતે હરિહર આદિ દેવોની મૂતિઓને નહિ નમવા નિયમ એ શ્રી જિનમર્તિને નમસ્કાર કરવાના વિધાનને પણ સ્વતઃ સિદ્ધ કરી આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com