________________
૧૭૬
મૂળ જૈન ધર્મ અને
આજે કાળના પ્રભાવે, અજ્ઞાનતાને લીધે, અહંભાવને લીધે કે માન પ્રતિષ્ઠાના લેભને લીધે, પૂર્વ સંસ્કારથી કે વર્તમાન સંસર્ગથી કઈ સિદ્ધાંતને પોતાની અલ્પ બુદ્ધિ પ્રમાણે ઊલટા રૂપમાં સમજા હોય તેને જ સત્યરૂપે દઢતાથી માની લેવો અને જૈન ધર્મના અનેકાંત વાદને નહિ સમજવાથી એકાંતવાદ ધારણ કરવો. એ રીતે જૈનધર્મમાં અનેક સંપ્રદાયો ગો, વાડાઓ ઉત્પન્ન થયા છે.
ધર્મમાં આવી જાતને કઈ પણ વિષયમાં, કઈ પણ બાબતમાં એકાંત આગ્રહ એ તીર્થકર ભગવાનના વચનની વિરુદ્ધનું કાર્ય છે અને ભગવાનના વચનની વિરુદ્ધના કાર્યને મિથ્યાત્વની સંજ્ઞા આપવામાં આવે છે. શોધમાં મુશ્કેલી
આજના સાંપ્રદાયિક વાતાવરણમાં સત્યની શોધ કરવી એ મુશ્કેલ કહ્યું છે. પરંતુ લાધેલ સત્યને પ્રકાશમાં મૂકવું એ હમેશાં એથી પણ મુશ્કેલ કાર્ય ગણાતું રહ્યું છે. છતાં સત્યાર્થીને તે સત્ય શોધવું જ રહ્યું, તે તેની શોધમાંથી પાછો હઠી શકે નહિ.
તેથી મેં મારાથી બનતી મહેનત કરીને જે કંઈ સત્ય શોધી શકાયું તે આ પુસ્તકમાં મારા લેબમાં બતાવેલું છે. તેમાં મેં જરૂર પૂરતી સૂની સાક્ષીઓ, ઉલ્લેખે આપેલા છે.
છતાં તેમાં કેટલુંક સ્થાનકવાસી માન્યતા વિરુદ્ધનું છે તે તેઓ એકદમ સ્વીકારવા તૈયાર ન થાય તો તે સ્વાભાવિક છે. તેવી જ રીતે કેટલુંક મૂર્તિપૂજક માન્યતા વિરુદ્ધનું છે. તે તેઓ એકદમ સ્વીકારવા તૈયાર ન થાય તે તે પણ સ્વાભાવિક છે. તે ઉપરાંત કંઈક બંને સંપ્રદાયને માન્ય ન હોય તેવું બંને ય સ્વીકારવા તૈયાર ન થાય એ પણ સમજી શકાય તેમ છે.
પરંતુ અહીંયા સવાલ સાંપ્રદાયિક માન્યતાને નથી કે અંગત રૂચિને સવાલ નથી. પણ ભગવાને શું કર્યું હતું તે શોધી કાઢવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com