________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૧
૧૧૩
ચૈત્યના સ્થાને યંતર દેવ વાસ કરે ત્યારે તેને વ્યતરાયતન કહેવાય.
ચૈત્યને અર્થ જ્ઞાન થતું નથી ચિત એટલે જાણવું તે ઉપરથી જ્ઞાન અર્થ ઉપજાવેલ હેય એમ લાગે છે. પરંતુ વ્યાકરણની દષ્ટિએ ચિત ધાતુ ઉપરથી ચેત્ય શબ્દ થાય પણ ચૈત્ય ન થાય એમ વિદ્વાન પંડિતે કહે છે. અને ચેત્યનું પ્રાકૃત રૂપાંતર ચેય ન બની શકે એમ પણ તેઓ કહે છે. એટલે સૂત્રમાં આવતા રેય = ચૈત્ય શબ્દને અર્થ જ્ઞાન કરવામાં આવે તે યથાર્થ કેમ ગણાય તે સમજાતું નથી.
સ્થાનકવાસીઓનું વ્યાકરણના
વિરેધનું કારણ વ્યાકરણ શિખવાથી શબ્દોના સાચા અર્થ સમજી શકાય છે એ કારણથી જ સ્થાનકવાસી સાધુઓએ વ્યાકરણ શિખવાની મના કરી હતી એમ સમજી શકાય છે. કારણ કે વ્યાકરણ શિખવાથી ચૈત્ય વગેરે શબ્દના સ્થાનકવાસીઓએ જે પેટા અર્થ કરેલા છે તે સમજી જવાય છે.
ચૈત્ય વગેરે શબ્દોના સ્થાનક્વાસીઓએ કરેલા અર્થ બેટા છે એમ જાણવાથી જ જેમણે ઘણું વર્ષ સુધી સ્થા. સાધુ પર્યાય પાળી હતી તેવા સંખ્યાબંધ સત્યાર્થી અને હિમતવાળા સ્થાનકવાસી સાધુઓએ સ્થા. સંપ્રદાય છેડીને મૂર્તિપૂજક સંપ્રદાયને અપનાવ્યાના ઘણા દાખલા બની ગયા છે.
આજે પણ એવા ડરથી જ ઘણું અંધશ્રદ્વાળુ શ્રાવકે વ્યાકરણ શિખવાની અને શિખડાવવાની વિરુદ્ધ પ્રરૂપણા કરતા હોય એમ ખાય છે. પરંતુ એમ ખેડી રીતે સત્યને છુપાવી શકાય નહિ. વહેલું કે મારું સત્ય બહાર આવે છે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com