________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૦
૧૦૭
----
=
૯ શ્રાવસ્તી નગરીની શોધ માટે ખેદકામ કામ કરતાં ત્યાંથી એક શ્રી સંભવનાથ સ્વામીનું મંદિર મળી આવ્યું છે. આ મંદિર ભગવાન મહાવીર સ્વામીની પહેલાંનું છે. ખુદ મહાવીર ભગવાન પણ ત્યાં વિચરેલા હતા.-જૈન જ્યોતિ. તા. રપ-૪-૧૯૩૬.
૧૦. રાજગૃહમાં સુપાર્થમંદિર-બૌધ્ધ ગ્રંથ મહાવગ્યાના ૧-૨૨-૨૩ માં લખેલ છે કે મહાત્મા બુદ્ધ પહેલવહેલા રાજગૃહમાં ગયેલા ત્યારે સુપાર્શ્વનાથના મંદિરમાં ઉતર્યા હતા. સુપાર્શ્વતીર્થને સંક્ષેપમાં પાલી ભાષામાં સુપતિથ્ય લખેલ છે. પરંતુ દિગંબર વિદ્વાન બાબુ કાસ્તાપ્રસાદજીએ તેમના “મહાવીર ભગવાન અને બુધ્ધ” નામના પુસ્તકમાં ૫૧ મા પાના ઉપર અનેક દલીલ અને પ્રમાણેથી સિદ્ધ કર્યું છે કે મહાત્મા બુધ્ધ સૌથી પહેલી વાર રાજગૃહમાં આવ્યા ત્યારે સુપાર્શ્વનાથના મંદિરમાં રહ્યા હતા.
એટલે ભગવાન મહાવીરના વખતમાં રાજગૃહ નગરમાં સુપાઉં. નાથની મૂર્તિ તથા મંદિર વિદ્યમાન હતા,
૧૧. મુંડસ્થળ મંદિર–ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી વિહાર કરતાં કનાં સાતમા વર્ષે આબુની નજીક મંડસ્થળ નામના ગામમાં પધારેલા ત્યારે તેમના દર્શનાર્થે રાજા નંદવર્ધન ત્યાં ગયેલા. તેની યાદગીરી તરીકે તેમણે ત્યાં એક મંદિર બનાવી તેની પ્રતિષ્ઠા શ્રી કેશી શ્રમણાચાર્ય પાસે કરાવેલી હતી. તેના શિલાલેખની વિગત તા. ૧૫-૩-૧૮૩૧ ના “જૈન” પત્રમાં પ્રગટ થઈ ચુકી છે.
૧૨. કટિકાપુર સ્વપ–“રાજાવલી કથામાં આચાર્ય શ્રી ભદ્રબાહુના ગુરુ, તેમના શિષ્ય સમુદાય સાથે કટિકા પુરમાં શ્રી જંબૂ સ્વામીના સ્તૂપના દર્શન કરવા ગયા હતા. એવો ઉલ્લેખ છે. જંબૂ સ્વામી અંતિમ કેવળી હતા. એટલે તેમને સૂપ ૨૪૦૦ વર્ષ પહેલાંને ગણી શકાય. ( એ-Inscriptions at Shravan Belgola by W. Lewis Rice) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com