________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૦
૧૦૫ ૩ પ્રભાસપાટણનું તામ્રપત્ર-ઈતિહાસ સંશોધક મંડળને પ્રભાસપાટણના એક સોમપુરા બ્રાહ્મણ પાસેથી એક તામ્રપત્ર મળી આવ્યું છે. તેની ભાષા ઘણી દુર્ગમ છે. સાધારણ પંડિત તેને ઉકેલી શકતા નહોતા. પણ હિન્દુ વિશ્વ વિદ્યાલયના અધ્યાપક પ્રખર ભાષાશાસ્ત્રી શ્રીમાન પ્રાણનાથજીએ ઘણા પરિશ્રમે તે તામ્રપત્રનું લખાણ ઉકેલીને તેનો ભાવાર્થ આ પ્રમાણે પ્રગટ કર્યો છે –
“રેવાનગર રાજ્યના સ્વામી સુ..........જાતિના દેવ નેબુદનેઝર થયા. તે યદુરજ (કૃષ્ણ) ના સ્થાન (દ્વારકા) આવ્યા ત્યારે તેમણે એક મંદિર બનાવીને સૂર્ય....દેવ “કેમ” જે સ્વર્ગ સમાન રેવત પર્વતના દેવ છે તેમને સદાને માટે અર્પણ કર્યું.”—જૈન પત્ર તા. ૩-૧-૧૯૩૭
આ નૃપતિને સમય ઈ.સ. પૂર્વે છઠી શતાબ્દિ બતાવેલ છે એટલે કે મહાવીર સ્વામીના જન્મ પહેલાને વખત બતાવેલ છે. આ ઉપરથી અનુમાન થઈ શકે છે કે રાજા નેબુસદનેઝર જેનધર્મને ઉપાસક હતો અને તેણે રૈવતગિરિ (ગિરનાર) પર્વત ઉપર એક ભવ્ય મંદિર બનાવીને તેમાં ભગવાન નેમિનાથની પ્રતિમા સ્થાપના કરી હતી.
૪. મેહન જોડેરા-તક્ષશિલાની પાસે અંગ્રેજોએ ખેદકામ કરાવેલું તેમાં એક નગર દટાયેલું મળી આવ્યું છે તેનું નામ “મોહન ડેરા” છે. તેમાંથી એક મૂર્તિ ધ્યાનમુદ્રાવાળી મળી આવી છે. તે ૫૦૦૦ પાંચ હજાર વર્ષ પહેલાંની છે એમ પુરાતત્વવિદે કહે છે એટલે પાંચ હજાર વર્ષ પહેલાં મૂર્તિની વિવમાનતા સિદ્ધ થાય છે.
૫. બારસી તાકલી–આકોલા જીલ્લાના બારસી તાકલી નામના એક નાના ગામમાં ખેદકામ થતાં ત્યાંથી ૨૬ છવીશ જૈન મૂતિઓ મળી આવી છે. તેમાંની કેટલીક ઈ.સ. પૂર્વે ૬૦૦-૭૦૦
સેથી સાત વર્ષ પહેલાંની છે એમ પુરાતત્ત્વ વિદોએ નક્કી કરેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com