________________
મતાથના લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત. ૨૪ જે જિન દેહપ્રમાણ ને: સમવસરણદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સદ્દગુરુ યોગમાં, વર્તે દષ્ટિ વિમુખ અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દેવાદિ ગતિ અંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષને, આગ્રહ મુક્તિનિદાન. ૨૭ લઠું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત–અભિમાન; રહે નહી પરમાર્થને લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધન રહિત થાય. ૨૮ જ્ઞાનદશા પાપે નહીં, સાધનદશા ન કાંઈ પામે તેને સંચ જે, તે બૂડે ભવમાંહી. ૩૦ એ પણ છવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અન–અધિકારીમાં જ. ૩૧ નહિ કષાય–ઉપરાંતતા, નહિ અંતર વૈરાગ્ય સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય. ૩૨ લક્ષણ કહ્યાં મતાથનાં, મિતાઈ જાવા કાજ; હવે હું આત્માથીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩
-આત્મસિધ્ધિ થાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com