________________
૧૨૪
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૨
પુસ્તક એ બન્ને મહાનુભાવોએ વાંચી લીધું હતું. તેથી તે સંબંધમાં કંઈ કંઈ પ્રકારની ચર્ચાઓ રાત્રિના શાંત સમયમાં ચાલતી હતી.
હું (પં. બેચરદાસજી) કહેતા કે સ્થાનકવાસી સંપ્રદાયના પ્રવર્તકેએ સમાજમાં કાંતિ લાવવાને માટે પ્રયત્ન તે કર્યો પરંતુ દીર્ધદષ્ટિને અભાવ હોવાથી તેઓએ માત્ર નિમિત્ત ઉપર જ કુઠારાઘાત કર્યો કે કોના માનસમાં રહેલી મૂળ વિકૃતિને હઠાવવાને પણ ઠીકઠીક પ્રયત્ન કર્યો હોત તો આજે જેને સમાજનું કંઈક જુદું જ રૂપ નજરે આવત.
હું કહેતે કે–ચિતન, મનન અને આંતર નિરીક્ષણને માટે પ્રતિમાનું આલંબન હોવું જોઈતું હતું. પરંતુ જે લોકો એ પ્રકારનું મનન, ચિંતન, તથા આભ ધનને વિચાર કરવામાં અસમર્થ હોય તે લોકોને માટે પૂજનની પદ્ધતિ ચલાવવામાં આવી, અને એવી પ્રવૃત્તિ ચાલુ કરવાના સમયે મર્યાદા, આડંબર-રહિતતા વગેરેનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પરંતુ ગતાનુગતિક લોકોએ તે કંઈ બીજું જ કરી નાખ્યું. અને વૈદિક પરંપરાની પૂજા પદ્ધતિ ઈત્યાદિનું અવલંબન કરીને મેટી હાનિ કરી નાખી.
એ હાનિને હઠાવવાને માટે આલંબનને કે ઉપયોગ કરો જોઈએ? એ વાત ઉપર જોર દેવાનું જરૂરી હતું, અને વિદ્યાભ્યાસને તેમજ શાસ્ત્રાભ્યાસનો સવિશેષ પ્રચાર કરવાનું પણ જરૂરી હતું.
એમ ન કરવાથી અજ્ઞાન બન્યું રહ્યું તેમજ વધતું ગયું. અને જડ ક્રિયાકાંડ વધ્યા પણ મલિનતા ઘટી નહિ. આ પ્રમાણે માત્ર નિમિત્તના ઉચ્છેદથી પરિણામ વિપરીત આવ્યું, પ્રતિમારૂપ આલંબનના વિના ચિંતન, મનન અને આંતર નિરીક્ષણરૂપ આધ્યાત્મિક વૃત્તિ વધારવી હતી તે તો થઈ નહિ, અને લોકોના મનમાં જે આડંબર-વૃત્તિ બેઠી હતી તે વધારે બળવાન થઈ આ પરિસ્થિતિ કેને પ્રત્યક્ષ નથી? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com