________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૦
૧૦૭
દેવલોકની પ્રતિમાઓ વળી દેવ આદિક નંદીશ્વર પ આદિમાં જઈ પૂજન આદિ ક્રિયા કરે છે, તેનું વ્યાખ્યાન તેમના શાસ્ત્રોમાં જ્યાં ત્યાં છે; તથા લેકમાં પણ જ્યાં ત્યાં અકૃત્રિમ પ્રતિમાનું નિરૂપણ છે. હવે એ રચના અનાદિની છે. તે કાંઈ કુતુહલ આદિ માટે તે નથી. તથા ઈંદ્રાદિકના સ્થાનમાં નિપ્રયોજન રચના સંભવે નહિ
હવે ઈંદ્રાદિક તેને જઈ શું કરે છે? કાં તે પિતાના મંદિરમાં એ નિપ્રયોજન રચના જોઈ તેનાથી ઉદાસીન થતા હશે અને ત્યાં તેમને દુઃખ થતુ હશે. પણ એ સંભવતું નથી. અગર કાં તે સારી રચના જોઈ વિષય પોષતા હશે. પરંતુ સાષ્ટિ દેવ અરિહંતની મૂર્તિ વડે પિતાના વિષય પણે એમ પણ સંભવતું નથી. પરંતુ ત્યાં તેની ભક્તિ આદિ જ કરે છે એમ જ સંભવે છે.
દેવને જિત વ્યવહાર તેમનામાં સૂર્યાભદેવનું વ્યાખ્યાન છે ત્યાં પ્રતિમાજીને પૂજવાનું વિશેષ વર્ણન કર્યું છે. તેને લેપવા માટે તેઓ કહે છે કે “દેવનું એવું જ કર્તા છે, દેવોને એ જિનવ્યવહાર છે.”
એ સાચું. પરંતુ કર્તવ્યનું ફળ તે અવશ્ય હેય જ. હવે ત્યાં ધર્મ થાય છે કે પાપ થાય છે? જે ધર્મ થાય છે તે બીજે ઠેકાણે પાપ થતું હતું અને અહીં ધર્મ થશે. તે તેને અન્યની સદશ કેમ કહેવાય? કારણ કે એ તે યોગ્ય કાર્ય થયું.
અને જે પાપ થાય છે તે ત્યાં નમોઘુબંને પાઠ ભણ્યો. તે પાપના ઠેકાણે એ પાઠ શા માટે ભણ્યો!
વળી એક વિચાર અહી એ થાય છે કે નમસ્થળ ના પાઠમાં તે અહંતની ભક્તિ છે. હવે પ્રતિમાજીની આગળ જઈ એ પાઠ ભણ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com