________________
(૭૫) સર્વે ને અજાયબ કીધા છે એવા વીરપુરૂષના મરણને હે વિભીષણ? શોક હેાય?”
રામના વચનથી બોધ પામેલા વિભીષણ અને રાવણને પારવારે અમ્રપાત કરતે, ગશીર્ષ ચંદનના કાષ્ટની ચિતા રચીને અને તેને કપૂર તથા અગર આદિ ઉત્તમ વસ્તુઓથી મિશ્રિત કરીને અગ્નિ પ્રદીપ્ત કરી રાવણના શરીરને અગ્નીસંસ્કાર કર્યો. રામે પસરોવરમાં આવીને સ્નાન કરી જરા ઉષ્ણ એવા અશ્રુજલથી રાવણને જલાંજલિ આપી.
રાવણનું મૃત્યુકાર્ય સમાપ્ત થયા પછી રામચંદ્રજીએ વિભીષણ આદિ રાવણના બંધુઓને કહ્યું કે “હે વીરે? તમારા પરાક્રમી બંધુ રાવણનું રાજ્ય તમે સંભાળે? અમારે તમારા રાજ્યનું પ્રયોજન નથી. તમારું કલ્યાણ થાઓ ?”
રામની અમૃતથી પણ અધિક મીઠાશવાળી મધુરવાણું સાંભળીને કુંભકર્ણ આદિ રાવણના બંધુઓ વિસ્મય પામતા બોલ્યા. “હે મહાભૂજ ! અમારે સંસારમાં અસારભૂત એવા આ રાજ્યની જરૂર નથી. મોક્ષમાર્ગને આપનારી એવી દિક્ષાને અમે અંગીકાર કરશું.”
એવામાં કુસુમાયુધ ઉદ્યાનમાં અપ્રમેયબલ નામે ચતુ. જ્ઞાનધારી મુનિ તેમના મને ભાવ જાણીને આવ્યા. ભવિતવ્યતાને યોગે તેજ રાત્રીએ ત્યાં તેમને કેવલજ્ઞાન થયું, એટલે દેવતાઓએ તેમને મહોત્સવ કર્યો. પ્રાત:કાલે રામલક્ષ્મણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com