________________
(૪૩) જણાતું હતું. ભાનુકર્ણ—કુંભકર્ણ પણ હાથમાં ત્રિશુળ ધારીને રાવણના અંગરક્ષક થઈને રહ્યા. ઇંદ્રજીત અને મેઘકુમાર રાવણની બે ભુજાઓ હોય એમ એની બન્ને બાજુએ ઉભા રહ્યા. બીજા મહા પરાક્રમી પુત્રે, કેટી ગમે સામંતો-મય, મારિચ, સુંદ, શુક, સારણ આદિ સુભટે મેટા સૈન્ય સાથે આવીને હાજર થયા. એ પ્રમાણે સહસ્ત્ર અક્ષાહિણી સેનાની ઉડતી રજથી ચારે દિશાઓમાં અંધકાર છવાઈ થયે.
અનુક્રમે બન્ને સૈન્યમાં સામસામે ભયંકર યુદ્ધ જામ્યું. રાવણના સુભટે હસ્ત અને પ્રહસ્ત સેનાના નાયક હતા. રામની સેનાના નાયક નલ અને નીલ હતા. અલ્પ સમયમાં યુદ્ધ કરતાં નલે હસ્તને અને નીલે પ્રહસ્તને યમપુરીમાં પહચતા કર્યા. હસ્ત અને પ્રહસ્ત મરાયાથી રાવણના સુભટો મારિચ, સિંહજઘન, સ્વયંભુ, સારણ, શુક, ચંદ્ર સિંહરથ, મકર, આદિ રણસંગ્રામમાં દોડી આવ્યા. તેમની સાથે મદનાંકુર, સંતાપ, પ્રથિત, આક્રોશ, નંદન, દુરિત અને પુષ્પાપ આદિ વાનર સુભટો યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધમાં મારિચ રાક્ષસે સંતાપ વાનરને, નંદન વાનરે જવર રાક્ષસને, ઉલામ રાક્ષસે વિM વાનરને, દુરિત વાનરે શુક રાક્ષસને અને સિંહજઘન રાક્ષસે પ્રથિત વાનરને પ્રહારથી ઘાયલ કર્યા. એટલામાં સૂર્ય અસ્ત થવાથી રામ અને રાવણનું પહેલા દિવસનું યુદ્ધ પૂર્ણ થયું. ને સૈનિકે પિતાપિતાના મરણ પામેલા સંબંધીઓ
અને સ્નેહીઓને શોધવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com