________________
(૩૭)
પન્નગરાજ ! અમારાં સભાગ્ય કે આજે તમારાં સાક્ષાત્ અમને દર્શન થયાં. તમારી શક્તિ અને સ્વર્ગની સુખ સમૃદ્ધિનું વર્ણન મનુષ્ય વાણુથી થવું અશક્ય છે.” પન્નગ. રાજની સ્તુતિ કરતાં વડીલ બંધુ રામચંદ્રજી બેલ્યા.
“ કહો શી ઈચછા છે!” અવધિજ્ઞાન વડે જાણતા છતાં ધ્યાનના ઉદ્દેશને પન્નગરાજે રામચંદ્રજીથી જાણવા ઈચ્છા કરી.
પિતાને વિજયી કહેવડાવતો વીર માની રાવણુ મારી ધર્મપત્ની સીતાને કપટથી હરીને લંકામાં ઉપાડી ગયો છે, જેથી સીતાને લાવવા માટે સૈન્ય સાથે લંકામાં જવા સારૂ અહીંયાં પડાવ નાખીને અમે રહ્યા છીએ. સમુદ્ર ઉપર પાજ બાંધીને સુખપૂર્વક ઓળંગીયે ત્યાં સુધી આપ સમુદ્રનું જલ થંભાવી ઘો? જેથી આપના પસાયથી અમે લંકામાં જઈ અમારું કાર્ય સિદ્ધ કરીયે ! રામચંદ્રજીયે વિજ્ઞપ્તિ કરી.
વીર પુરૂષે ! આપની ઈચ્છા હોય તે શ્રીમતી સીતાજીને હમણાં જ અહીંયાં આપની પાસે હાજર કરું! અથવા કહે તે રાવણને પરિવાર સહીત બાંધી તમારા ચરણમાં રજુ કરું ! કહો તે આખી લંકા નગરીજ સમુદ્રના પેલા કિનારેથી ઉપાડીને આ કિનારા ઉપર મુકી દઉં?” નાગરાજે આવેશપૂર્વક કહ્યું.
ધરણરાજ? એ સવે આપમાં સંભવિત છે. છતાં આપની શક્તિનો ઉપયોગ કરાવવા કરતાં અમે અમારા પરાક્રમથી રાવણ પાસેથી સીતાજીને છોડાવીયે એમાંજ અમારી શક્તિનું વિશ્વમાં માપ થઈ શકશે. માત્ર આપ આપના પ્રભાવથી સમુદ્ર
ના અથાગ જળ થંભાવવા કૃપા કરશે.” રામચંદ્રજી બોલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com