________________
( ૩૪ )
શાંતિ પથરાયલી હતી. એવા સમયમાં મને આંધવાના એકાગ્ર ધ્યાનથી અને અપૂર્વ આત્મબળથી પાતાળ લાકમાં પન્નગ( નાગકુમાર ) નિકાયના પતિ નાગરાજનું સિંહાસન પવનથી સમુદ્રમાં જેમ વહાણુ ડાલાયમાન થાય તેમ ડાલાયમાન થયું. જેથી પન્નગપતિ સર્વે નાગકુમારેા સાથે આશ્ચર્ય ચકિત થઈ વિચારમાં પડયા. અરે મારૂં સિંહાસન કાણે ડાલાળ્યું ? મારા આનંદમાં કાણે ભંગાણ પડાવ્યું? પન્નગપતિ ( નાગરાજ ) ભડકી ઉઠયા. તરતજ અવધિજ્ઞાનના ઉપયેગ મુકીને જોયું. “અહા ! આતા આઠમા બળદેવ ને વાસુદેવ રામ લક્ષ્મણ સીતા જીને રાવણ પાસેથી છેડવવાને લંકામાં જવા માટે હમણાં સમુદ્રના તટ ઉપર પડાવ નાંખીને રહેલા છે અને ત્યાં આગળ પાર્શ્વનાથ પ્રભુના મારા કરાવેલા મંદિરમાં સાત સાત માસ થયાં ધ્યાન ધરીને સમુદ્રનાં અથાગ જળ થંભાવવાની ઇચ્છાથી એકાચિત્તે ભકિત કરી રહ્યા છે. ” એ પ્રમાણે મનમાં વિચારીને નાગપતિએ મસ્તક ધુણાવ્યું !
“ સ્વામિન ? કારણ આપના જાણવામાં આવ્યું? ” પ્રધાન સમાન સામાનિક દેવતાઓએ પૂછ્યું અને ઉત્તર સાંભળવાને સર્વે નાગદેવેાનાં હૃદય તલસી રહ્યાં.
""
“પ્રિય દેવા? આઠમા ખળદેવ અને વાસુદેવ આપણા કરાવેલા ભગવાન પાર્શ્વનાથજીના મંદિરમાં સમુદ્રનાં જળ સ્થશાવવાને એકાગ્રચિત્તે સાત સાત માસ થયાં ધ્યાન ધરતા બેઠા છે. “ સમુદ્રનાં જળ સ્થભાવવાનુ તેમને શું પ્રયોજવ હશે ? ” એક દેવે વચ્ચે પ્રશ્ન કર્યો?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com