SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૬ ) ગુરૂએ સ્થંભનપુર જવા માટે શુભ મુહૂર્ત નજીકમાં આવતું હતું તે કાઢયું. અને તે શુભ મુહૂર્ત સંઘે વાજતે ગાજતે શહેરની બહાર નીકળીને બે મૈલ દૂર જઈ પડાવ નાખે. મુહૂર્ત સાચવ્યું. અનેક શિષ્ય તથા સાધુથી પરવરેલા અભયદેવસૂરિ પણ મંદ મંદ ડગલાં ભરતાં ત્યાં આવી પહોંચ્યા. અને બીજે દિવસે એમણે સકલ સંઘની સાથે - ભનપુર તરફ વિહાર કર્યો. - અભયદેવસૂરિ એવી રીતે વિહાર કરતા ખંભાત નગરમાં આવી પહોંચ્યા ત્યાં સેઢી નદીના કિનારે તંબુઓ ખેંચીને પડાવ નાખે. હવે કેટલાક શ્રાવકો એ પ્રતિમાજીની તપાસ માટે ખાખરાના વનમાં ફરી ફરીને જોવા લાગ્યા પણ ક્યાંય ભાળ મળી નહી.–બે ત્રણ દિવસ લગી ફરીને બધે ઠેકાણે જોયું પણ પ્રતિમા જડે નહી. “જેથી નિરાશ થઈને એમણે ગુરૂને વાત કહી. તે વારે અભયદેવસૂરિ બાલ્યા.” એમ નિરાશ થશે નહી. પણ સેઢી નદીને કાંઠે ખાખરાની ઝાડીમાં બરાબર તપાસ કરો.” ગુરૂનું વચન સાંભળીને એમણે પલાશની ઝાડીમાં તપાસ કરવા માંડી તો પ્રતિમા તો જણાઈ નહી; પરન્તુ એમણે કોઈ ગોવાળના મોંએથી સાંભળ્યું કે, “કઈ ગાય આવીને જ્યા પ્રતિમાજી જમીનમાં છે ત્યાં આગળ ઉભી રહીને દૂધ ખેરવી જાય છે.” એ વાત એમણે અભયદેવસૂરિને કહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy