________________
પ્રકરણુ ૮ મું.
સ્થંભનપુરમાં સ્થંભનપાનાથ
એ અભયદેવસૂરિએ શાસનદેવીના કહેવાથી નવાંગની વૃત્તિ લખી રાજના આયંબિલ તપથી એમનું શરીર કુષ્ટિના રાગે વ્યાપ્ત થયું. ધરણે, રાત્રે આવીને શ્વેત સર્પનું સ્વરૂપ ધારણ કરી એમનું રક્તપિત્ત ચુસી લીધુ. અને સ્થંભનપા་નાથની પ્રતિમા પ્રગટ કરવાની સૂચના કરી એ આપણે આગળ જોઇ ગયા છીએ.
પ્રાત:કાળ થયા. સૂરિ પ્રતિક્રમણની ક્રિયા કરતા હતા. ત્યાં તા ભક્ત શ્રાવક ઉપાશ્રયમાં આવવા માંડ્યા. સૂર્યોદય થયાને બહુ વાર થઇ નહી ત્યાં તેા ઉપાશ્રય સંઘના માણસેાથી ભરાઇ ગયા. સર્વેના મન નારાજ હતાં. તેમને એમ થયાં કરતુ કે “ ગુરૂ મહારાજ અનશન ન કરે તેા સારૂ ?
29
'
આસ્તેથી ગુરૂ મહારાજે સર્વેની શાંતિ વચ્ચે રાત્રિનુ વૃત્તાંત કહી સ`ભળાવ્યું અને પેાતાની સ્થંભનપુર જવા વૃત્તિ છે એમ જણાવ્યું. ગુરૂ મહારાજની વાણી સાંભળીને સ ંધ પ્રસન્ન થયા. અને સ્થંભનપુર તરફ જવાને સઘમાં મેટા પ્રમાણમાં ઉત્સાહ ફેલાયા. હજારા નરનારીનું વૃંદ ત્યાં જવાને તૈયાર થયું. ગુરૂના સુખમાં સર્વેને હર્ષ હતા. એમના દુ:ખે ખધાને દુ:ખ હતુ. ગઈકાલે સકલ સંઘનાં મન ઉચક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com