________________
(૩૮) નેશ્વરસૂરિના સાહસથી પાટણમાં ચૈત્યવાસીઓનું જોર નરમ પડયું ને શુદ્ધ સમાચારીવાળા સાધુઓને નિવાસસ્થાન મળવા લાગ્યું. ક્રમે કરીને ચૈત્યવાસીઓની પડતી થતી ગઈ, બુદ્ધિસાગરસૂરિએ ત્યાર પછી આઠ હજાર ના પ્રમાણવાળું “બુદ્ધિસાગર” નામે વ્યાકરણ રચ્યું.
જીનેશ્વરસૂરિ ને બુદ્ધિસાગરસૂરિ પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.
– –
૧ પ્રકરણ ૭ મું. અભયદેવસૂરિ–
'પૃથ્વી ઉપર વિહાર કરતાં જીનેશ્વરસૂરિ અનુક્રમે ધારાપુરી નગરીમાં પધાર્યા. ત્યાં મહીધર નામે એક માટે શ્રેણી રહેતો હતો, એને ધનદેવી નામે સ્ત્રી હતી એ ધનદેવીની કુખથી ઉત્પન્ન થયેલા અભયકુમાર નામે એમને એક પુત્ર હતો. બાલ્યાવસ્થામાંથી જ વૈરાગ્યવૃત્તિને ધારણ કરનાર અભયકુમાર જીનેશ્વરસૂરિની વાણું સાંભળીને પ્રતિબોધ પામે. વૈરાવ્યથી એમની પાસે માતપિતાની રજા લઈને દીક્ષા ગ્રહણ કરી. સકલશાસ્ત્રને અભ્યાસ કરવા માંડે. પિતાના સર્વે શાસ્ત્રોને અભ્યાસ કરીને પછી અન્યમતનાં શાસ્ત્ર ભણવા માંડ્યાં. અનુકમે પિતાના અપૂર્વ બુદ્ધિબળથી સેળવર્ષની અંદર સ્વ અને પરમતના સકલ શાસ્ત્રના પારંગામી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com