________________
(૨૯૧ ) સારું કર્યું નહી. આ ભવમાં જ એનું ઉગ્ર ફલ અમેને મળ્યું. આવું પાપ કરવા છતાં અમારે એકે અર્થ સર્યો નહી. એ રસ પણ ગયે ને પૂર્વના પુણ્યથી મળેલું રાજ્ય પણ ગુમાવ્યું. હા ! દુદેવે કરીને અમેને આ શી કુબુદ્ધિ સુઝી. એક તો નાગા
ન ઉત્તમ કલાપાત્ર હતો. બીજી રીતે અમારે માતુલ હતા. અમારી માતાએ એને ભાઈ કહીને બોલાવ્યા હતા.” એવી રીતને પશ્ચાતાપ કરતા એ બન્ને રાજકુમારે માર્ગમાં જ ઉભયભ્રષ્ટ થઈને મૃત્યુની વાટે ગયા.
જે સ્થાને નાગાર્જુન યેગીએ પાશ્વનાથની દૃષ્ટિ સમુખ પારાનું સ્થંભન કર્યું. ત્યાં સ્તંભનક તીર્થ થયું; તેમજ સ્થંભનપુર નગર પણું વસ્યું. આજે પણ તે નગર સ્થ ભનપુર અથવા ખંભાતના નામથી ઓળખાય છે.
નાગાર્જુન યોગીએ ગુરૂ શ્રી પાદલિપ્તસૂરિને ઉપકાર યાદ કરીને વિમલાચલ ઉપર જઈને ત્યાં ભગવાન શ્રી આદીશ્વરનાં દર્શન કરી પવિત્ર થઈ એ પર્વતની તળેટીમાં પાદલિપ્ત નામનું ગુરૂના નામવાળું નગર વસાવ્યું; તેમજ વિમલાચલ ઉપર એણે શ્રી વિર ભગવાનનું મંદિર બંધાવી ત્યાં પાદલિતસૂરિની મૂર્તિ પણ સ્થાપના કરી.
કાલાંતરે ગુરૂના મુખથી શ્રી નેમિનાથનું ચરિત્ર સાંભળીને તેમાં વર્ણવ્યા પ્રમાણે ગિરનાર પર્વત ઉપર એણે પ્રભુના વિવાહ આદિકની રચના પૂર્વક મંદિર બંધાવ્યું. એવી રીતે આ સિદ્ધ નાગાર્જુને જેન શાસનમાં ઘણી જ ઉન્નતિ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com