SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) આવેલા વેલંધર નગરનો એ સમુદ્ર રાજા હતા, સેતુ એને ભાઈ યુવરાજ હતા. “આ મંદિર અહીંયાં કયારથી થયું છે તે સંબંધી તમે કાંઈ જાણે છે કે?” રામચંદ્રજીએ પૂછ્યું. ' સાંભળ્યું છે કે આ પ્રતિમા આષાઢી શ્રાવકે ભરાવી હતી. એ પ્રતિમા એવી પ્રભાવિક છે કે જેને કેટલાક સમય પછી સુધર્મા દેવલોકના સ્વામીએ પોતાના વાસભુવનમાં રાખીને સાઠ હજાર વર્ષ પર્યત પૂજી. પછી પાતાલપતિ ધરણે પાસે આવી, તેમણે આ સુંદર મંદિર બંધાવી અહીંયાં સ્થાપન કરી છે. ત્યારથી નિયમિતપણે નાગ દેવતાઓથી હમેશાં આ પ્રતિમા પૂજાતી આવી છે, એ ઘણું પ્રભાવિક છે. ” સમુદ્ર રાજાએ પોતે જાણતા હતા તેટલું કહી સંભળાવ્યું. “ ત્યારે તમે સર્વે અહીંયાં નિરાંતે રહે, આપણા સન્યની વ્યવસ્થા રાખે અને હું બંધુ લક્ષમણ સહીત એક કાર્યમાં જોડાઉં?” રામચંદ્ર ગંભિરતા ધારણ કરીને સૂચવ્યું. અને તે કાર્ય ? ” સર્વેયે ઉત્સુકતાથી પૂછયું. “તે કાર્ય એ કે હું અને લક્ષમણ બન્ને એ ભગવંતની આગળ ધ્યાન ધરીને રહીએ. કઈરીતે આ સમુદ્રનાં અથાગ જળ થંભાઈ જાય તે જ આપણે એની ઉપર પાજ બાંધી શકીયે. માટે એ ભગવંત પ્રસન્ન થાય તેજ આપણું કામ સિદ્ધ થાય. સમુદ્રનું જળ થંભાઇ જાય ત્યાં લગી અમે એકાગ્રચિત્તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy