________________
( ૨૩૬) એ ચરણદક બહાર લઈ જઈને એકાંતમાં પિતેજ પરઠવવા લઈ જતો. ત્યાં પરઠવતી વખતે એ ચરણોદકને ચાખતે, એની વાસના લેતે,એમાં કઈ કઈ વનસ્પતિઓ આવેલી છે એ ઓળખવાને અથાગ પ્રયત્ન કરતા હતા. દરરેજના આવા અભ્યાસથી નાગાર્જુને પોતાની બુદ્ધિથી એને સાત વનસ્પતિઓ શોધી કાઢી. અને તેને લેપ કરી પિતે પણ ઉડવાને પ્રયત્ન કરવા લાગ્યા. ગુરૂગમ વગર નાગાર્જુન સહેજસાજ ઉડ્યા તે ખરે પણ પાછો તરતજ નીચે પડ્યો. જેથી એણે વિચાર્યું કે “કેઈ ઔષધિની ન્યૂનતા હોવી જોઈએ” જ્યારે તે માટે તેણે ખાત્રી કરી લીધી ત્યારે પુષ્ઠ વિચાર કરીને જે ઔષધિ જે કાળે અને જે નક્ષત્રે લાવવી જોઈએ તે પ્રમાણે લાવીને એને લેપ તૈયાર કરી પગે પડશે. આ વખતે પ્રથમ કરતાં ના
ન જરા વધારે ઉંચે ગમે એટલામાં ચકખાતાં મોટા ખાડામાં જઈ પડ્યો ને શરીરે પણ ઘાયલ થયે. ખાડામાં ઉગેલી વનસ્પતિના ઘસારાથી શરીરે ઉજરડા પડીને લેહી નીકળવા માંડયું. ઉંડી ખભાણમાં દબાઈ જવાથી આપબળે ઉઠીને બહાર નિકળાય એમ નહી હોવાથી નાસીપાસ થઈને નાગાર્જુન જગલની ખુલ્લી હવા ખાતે ખાડામાં પડી રહ્યા.
હવે વખતસર નાગાર્જુન આશ્રમમાં-ઉપાશ્રયમાં નહી આવવાથી પાદલિપ્તસૂરિએ શિષ્યોને શોધવાને મોકલ્યા. જંગલમાં શોધતા શોધતા શિષ્યો એક ગોવાલણના કહેવાથી તે ખાડા પાસે આવ્યા. નાગાર્જુન એમની દષ્ટિએ પો જેમ તેમ કરીને મહા પ્રયને તેઓએ નાગાર્જુનને ખાડામાંથી બહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com