________________
( ૨૧૪) સમુદ્રમાં રહેલી એ પ્રતિમા આજલગી પ્રથમ વરૂણદેવથી પૂજાણું તે પછી નાગકુમારના દેવોથી પૂજાણું. હમણું હે સાથેવાહ! તારા ભાગ્ય થકી એ પ્રતિમા તારા નગરમાં આવવા ઈચ્છે છે. માટે કાંતિપુરનગરમાં લઈ જઈને એની સેવા કરજે, કે જેથી તારા ભાગ્યને ઉદય થશે. તારી સવે આફતો દૂર થશે.” આકાશવાણું સ્પષ્ટ રીતે સંભાળીને અધિષ્ઠાયક દેવ અદ્રશ્ય થઈ ગયો.
અધિષ્ઠાયકની એ પ્રમાણેની વાણું સાંભળીને સાર્થવાહ અતિ પ્રસન્ન થયે. સમુદ્રનું તોફાન પણ શાંત થતું હતું. એ પ્રચંડ વાયુ અદ્રશ્ય થઈ ગયા હતા એ સર્વે દેવમાયા દેવે સંકેલી લીધી હોવાથી પ્રસન્ન થયેલા સાર્થવાહે નાવિકેને સમુદ્રમાં ઉતાર્યા. ને સાત કાચા સુતરને તાતણે એ પ્રતિમા ખેંચાઈને ઉપર આવી, હાણમાં એને લઈ લીધી.
ભગવાન સ્વંભણુ પાર્શ્વનાથનાં દર્શન કરીને લોકો અતિ પ્રસન્ન થયા. એમનાં હમેશાં દર્શન કરતાં પણ એમની આંખે અતૃપ્ત રહેવા લાગી, એવી પ્રતિમા અદભૂત હતી. સર્વે લેકે એના દર્શનથી ન ધરાતાં એની પૂજા કરવા લાગ્યા. અને થંભાયેલાં હાણ પણ જેમ કેદખાનામાંથી કેદી છુટે એમ મુક્ત થયાં. એ થંભણુપાશ્વનાથના પ્રભાવે એમની ઉપર આવેલું આફતનું વાદળ એવીરીતે વીખરાયું. અને જે લોકે થોડા સમય પહેલાં મૃત્યુની વાટ જોતા હતા તે આનંદમાં મશગુલ બની ગયા.શેઠને મેટા ભાગ્યવંત માનતા કે એમનું બહુ માન કરવા લાગ્યા. વિધિનો કે વિચિત્ર પ્રભાવ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com