________________
( ૧૮૭) કહેવાથી તથા ઉદ્ધાર કરવાથી બરાબર પિછાણેલા રામને સંભ્રમથી ઉઠીને નમસ્કાર કર્યો. એટલે બળરામ બેલ્યા. “હે બાંધવ! પૂર્વે શ્રી નેમિભગવતે જે કહ્યું હતું કે વિષયસુખ એ દુઃખને આપનાર છે. હા? બંધુ ? તમારા સંબંધમાં એ સર્વે આજે હું પ્રશ્ય જોઉ છું. હા? હરિ? કર્મથી ગાઢ બંધને બંધાયેલા તમને હું પણ દેવલોકમાં લઈ જવાને સમર્થ નથી. હવે હું તમારું શું પ્રીયકરૂં ? બાંધવ? પૂર્વે જન્મથી તે અંતપર્યત જેમ આપણે સાથે જ હતા તેમ અહીંયાં પણ હું તમારી સાથે રહીશ.”
બાંધવ? તમારા અહીંયાં રહેવાથી પણ મને શું લાભ થવાનો છે? કેમકે તમે પાસે છતાં પણ મેં આ નરકનું જેટલું આયુષ્ય બાંધેલું છે તેટલુ અયશ્ય જોગવવાનું છે. માટે કરતાં એ દેવનાં દુર્લભ સુખે તજીને તમારે અહીંયાં રહેવાની કાંઈ જરૂર નથી. હા? મેટાભાઈ? જાઓ મારૂં લાગ્યું મને ભેગવવા ઘો? નાહક તમે શાને હેરાન થાઓ?” કૃષ્ણ દુઃખી થતા બોલ્યા.
“હા? બંધું તમારું આવું દુઃખ જોઈને મારા જીગ ૨માં કંઈ કંઈ થઈ જાય છે. અરે દુન્યામાં પણ આખરના સમયમાં આપણું અપકીર્તિ થઈ. એ દ્વારિકા બળી ગઈ. કુટુંબ, સમૃદ્ધિ સર્વે નાશ પામી ગઈ. બંધુ ? જલ જલ કરતા તમે વનમાં એકાકીપણે પ્રાણ તજી દીધા. આખરે તમે આ દુ:ખદાયક સ્થીતિમાં ઘણું કાલ પર્યત દુ:ખ ભોગવવાને
અહીયાં ઉત્પન્ન થયા. ” બળરામ દેવ બોલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com