________________
( ૧૨૭). મણુમય, રન્નમય, માણેકમય દિવાલે અગ્નિથી ભસ્મ થતી પાષાણુના ચુર્ણની જેમ મુકે થતી હતી. બાવનાચંદન ને ગશીર્ષ ચંદનના અપૂર્વ સુગંધ વર્ષના સ્તંભ ધારાની જેમ બળી ખાખ થઈ જતા હતા. કલ્લાના એ હીરા ને માણેક જડ્યા કાંગરાઓ તડતડ શબ્દ કરતા તુટી પડતા હતા. મકાનોનાં તળીયાં ફટ ફટ ફુટતાં હતાં. પ્રલયકાલમાં જેમ સર્વે કાર્ણવ રૂપ થઈ જાય એમ સર્વે નગરી એકાનલ રૂપ થઈ જતી હતી.
નગરમાં અગ્નિની જવાળાઓ પોતાનું વૈતાળ સ્વરૂપે પ્રગટ કરીને નાચતી હતી. એમાં અનેક પ્રકારની ગર્જનાઓ થતી હતી. વિસ્તાર પામતે ધુમાડો નગરને અંધકારમય કરી દેતે હતે. દ્વારિકાની આવી દુ:ખદાયક સ્થિતિ જોતા કૃષ્ણ બળાપ કરવા લાગ્યા. લોકો શરણને માટે રક્ષણ માટે બુમો ઉપર બુ. પાડતા હતા. પણ એ સમર્થ કૃષ્ણની આજે શક્તિ નહોતી કે તેમને બચાવી શકે. એમના મનમાં કૈકૈ થઈ જતું હતું.
એમનું અંતર દુઃખથી–શકથી ઘણું જ કળકળતું હતું. બધા વિશ્વને વિજય કરવામાં પોતે સમર્થ છતાં કૃષ્ણ આજે એકપણ મનુષ્યને બચાવી શકતા નહોતા. “હા ! હે રામ ! હે કૃષ્ણ! અમને બચાવ! અમારું રક્ષણ કરે!” એવા અનેક દીન જનેના પોકારો તેમને કાને અથડાતા હતા. છતાં તે શું કરે ? એ સમૃદ્ધ દ્વારિકાને અશ્રુવાળી આંખે જોતા ઉભા હતા. “હા! બાંધવ! નપુંસક એવા મને ધિક્કાર છે કે આ બળતી નગરીને તટસ્થપણે હું જોયા કરું છું. પ્રજાના અનાથ પોકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com