________________
( ૯૨ )
દશરથ રાજા અનુક્રમે બાલ્યાવસ્થામાંથી વૃદ્ધિ પામતા ચાવન વયમાં આવ્યા. ત્યારે કુશસ્થળ નગરના રાજા સુકેાશલની અમૃતપ્રભારાણીથી જન્મેલી અપરાજીતા–કૈાશલ્યા નામની કન્યા સાથે પરણ્યા. બીજી કમલસ’કુલ નગરના રાજા સુખ તિલકની મિત્રાદેવી રાણીથી જન્મેલી સુમિત્રા નામે કન્યાને પરણ્યા. ત્રીજી સુપ્રભા નામે રાજકન્યા પરણ્યા. . વિવેકી જનામાં શિરામિણ એવા દશરથ ત્રણે રાજકન્યાઓ સાથે ધમ અને અને ખાધ કર્યાં વગર વિષયસુખ ભાગવવા લાગ્યા.
આ સમયે ત્રણ ખંડના અધિપતિ પ્રતિવાસુદેવ રાવણે કેાઇ નિમિત્તિઓને મુખે સાંભળ્યુ કે “ હવે પછી થનારી જાનકીને નિમિત્તે હુવે પછી થનારા દશરથના પુત્રાથી તમારી નાશ થશે.” એવાં વચન સાંભળીને રાવણના અનુજ બધુ વિભીષણ દશરથને મારી નાંખવાને અચેાધ્યા તરફ આવ્યા.
આ વૃત્તાંત નારદે સાંભળવાથી તેમણે દશરથ અને જનકરાજાને ચેતવી દીધા. જેથી તેએ અને કાપડીને વેશે ત્યાંથી ચાલ્યા ગયા.
વિભીષણ અયાખ્યામાં આબ્યા. એણે અંધારામાં રહેલી દશરથની લેખ્યમય મૂત્તિને ખડ્ગથી છેદી નાંખી. નગરમાં સાચે સાચા કાલાડુલ થયા. ગૂઢ હૃદયવાળામંત્રીઓએ દશરથની સર્વે ઉત્તર ક્રીયા કરી કે જેથી શત્રુ વહેમાય નહી. દશરથ રાજાનું મૃત્યુ જાણીને વિભીષણ પ્રસન્ન હૃદયે જનકને માર્યાં વગર લંકામાં ચાલ્યા ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com