SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ m uwuwuuuuuuuuu vvvvvvv - V * - rvv5* * * * * શુભસંગ્રહ-ભાગ ૭ મે १०-वीरहृदया सोफिया રશિયાની સ્વતંત્રતાને સારૂ યુદ્ધમાં મરનાર વીર વ્યક્તિઓની નામાવલિમાં એટલું ઉજજવલ અને પવિત્ર નામ બીજા કોઈનું નથી, જેટલું તે વીરરમાણુનું છે. તે બીજા અલેકઝાંડરની હત્યાના સાધનની એક મુખ્ય શક્તિ હતી. તેનું નામ સેફિયા પૈરાસિયા હતું. તેને જન્મ રશિયાના અનંત ધનાઢય તથા સર્વોચ્ચ પૈરાફિક્યાકુળમાં થયો હતો. તેના પૂર્વજો ઝારની છત્રછાયા હેઠળજ આશ્રય મેળવતા આવ્યા હતા; તથા છાચારી ઝારના જીવનની રક્ષાને સારૂ પિતાની જાતને સંકટમાં નાખવાને પ્રત્યેક પળે તૈયાર રહેતા હતા. પરારિક-કુળ સામ્રાજ્યની મહા ઉચ્ચ અને જવાબદારીભરી પદવી એને શોભાવતું હતું. સોફિયા પૈરાસિકયાના પિતામહ એક સમયે શિક્ષાવિભાગના મંત્રી હતા. વિખ્યાત કાઉન્ટ પિરાકિ, જેણે નિકોલસ પહેલાના સમયમાં મધ્ય રશિયાના કેટલાક પ્રાન્ત જીત્યા હતા, તે સફિયાના પિતાના કાકા હતા, અને ખુદ તેના પિતા કેટલાંક વર્ષ સુધી સેન્ટ પીટર્સબર્ગના ગવર્નર જનરલની પદવી ઉપર રહ્યા હતા. સોફિયાના જીવનની કમનીય કળિનો વિકાસ ૧૮૫૩ ના સપ્ટેમ્બરની પહેલી તારીખે આ પૃથ્વીતલ ઉપર થયો હતો. તેની માતા પ્રતિભાશાલિની અને ઘરરખુ ગૃહિણી હતી. તે પોતાનો બધે સમય સંતાનોની શિક્ષા-દીક્ષામાંજ વ્યતીત કરવાને તત્પર રહેતી; પરંતુ પાશ્ચાત્ય સભ્યતા તેની એ આકાંક્ષામાં વિદન નાખતી. સોફિયાની માતાનું હદય કમળ સરીખું કામળ હતું, પરંતુ તેના પિતાને સ્વભાવ તેનાથી સાવ વિપરીત જ હતો. સ્નેહમયી માતાના કરુણપૂર્ણ અંચલથી કઠેર હૃદયના પિતાદ્વારા તાડિત સફિયાનાં અબુ લૂછવાનું તથા તેના મમતાભર્યા કરકમળદ્વારા સાંત્વનાદાન ગ્રહણ કરવાનું સૌભાગ્ય ઈશ્વરે તેને આપ્યું હતું. સેફિયા સર્વ સંતાનોમાં સૌથી નાની હતી. માતાનું શિક્ષણ તેને આ પાશ્ચાત્ય સભ્યતાની કૃત્રિમતાથી દૂર લઈ જવા ઈચ્છતું હતું; પરંતુ પિતાનું શિક્ષણ તેની ઇચ્છા વિરુદ્ધ તેને ઉચ્ચ સમાજમાં પ્રવેશ કરવાને જબરદસ્તીથી ધકેલી રહ્યું હતું. સોફિયા પોતાની માતાની માફક સાંસારિક સુખ ભોગને નિઃસાર સમજતી હતી; અને ફેશનને સંસારના ભારરૂપ લેખતી. તે એવા આડંબરોથી દૂર રહેવાનું પસંદ કરતી. કારણ કે એ સર્વ તેને પિતાનાં પ્રિય પુસ્તકના રાજ્યની સીમાથી દૂર ધસડી જતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy