________________
ટ્ટિયાણી નીલાદેવીની પતિભક્તિ
(5)
૫૯
રાત્રિના ચળકતા તારાએ આ કૃત્ય નિહાળી રહ્યા હતા. તે મહાકાળીની પેઠે હાથમાં શત્રુનું લેાહીલુહાણુ મસ્તક રાખી સ્વામીના પિંજરા પાસે આવી-સૂરજદેવના એ ભાઇએ તેની સાથે હતા. સ છાવણી શાંત હતી. મધ્યરાત્રિ વીતી ગઇ હતી. સ્વામીને શત્રુનું મસ્તક દેખાડતી તેના પગ પાસે તે મસ્તક કુંડૂકતી નીલાદેવી ખેાલીઃ“સ્વામિન ! મારૂ` કા` પૂર્ણ થયું! મારૂ' વચન મેં પાળ્યું ! તમારા શત્રુનું આ મસ્તક જુઓ!'
પિંજરામાંથી મૃત્યુને કાંઠે પડેલા ભટ્ટીસિંહના મુખપર વિરલ પ્રકાશ-શાતિ પ્રસરી રહી. તેની ઝાંખી થતી આંખાએ આ દૃશ્ય જોયુ. તેના આત્માને શાંતિ મળેલી દેખાઇ અને સૂરજદેવના વીર આત્મા તેના વીર્ શરીરમાંથી નીકળી ગયેલેા લાગ્યા.
“આવી, આવી એ નાથ ! આપની સંગાથે ! હવે નીલાને વાર નથી. જય અંબે !”
સૂરજદેવના ભાઈએએ પિંજરૂ તેાડી નાખ્યું. તેમણે તથા નીલાદેવીએ સૂરજદેવનું શખ ઉંચકયુ, લઇને ચાલ્યા. છાવણીના દ્વારપર સૂરજદેવના વીર સ્વારે। ચાકી પર હતા. મુસલમાન ચાકીદારા ભેશુદ્ધ સ્થિતિમાં બાંધેલા પડયા હતા. સ્વારે। ભાલાએની નનામી કરી તે પર સૂરજદેવને ઉંચકી ચાલ્યા.
છાવણીથી થાડે દૂર ઝાડીવાળા ભાગમાં ચિંતા ખડકાઇ, વીર પતિભાત નીલાદેવી સ્વામીના શબને ખેાળામાં લઇ ચિતાપર ચઢી. ચિતા ભડભડ સળગી. પતિપત્ની બળીને ભસ્મ થયાં.
પ્રભાત થયું. મુસલમાન છાવણીમાં કાલાહલ મચી રહ્યો. ખાનનું માથું કાષ્ટ કાપી ગયું, સૂરજદેવને કાઇ છેડાવી ગયેા. ચેામેર ગડબડાટ મસી રહ્યો. શોધખેાળ થઈ. છાવણી બહાર માત્ર રાખનેા ઢગલા દેખાયેા. (“ચિત્રમય જગત”માંના સ્વ. પુરુષાત્તમ વિશ્રામ માવજીને લેખ થે!ડા સંશાધન સાથે સાભાર ઉષ્કૃત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com