________________
wwwuuuuw
wwww
શુભસંગ્રહ-ભાગ ૭ મે અન્યાયથી થવા મુક્ત, જે આત્મા-બળ વાપરે; પ્રજાનાં તો ઘણાં કષ્ટો, નષ્ટ થાય જ આખરે –ગાંધીજી
દવનિ ૫ કહી ઘો, કે અમે નામર્દ છીએ; સિંહણનું નહિ, પણ શિયાળનું ધાવણ ધાવીને ધરતીને ભારે મારનાર છીએ; મનુષ્યને ચામડે મઢાયેલાં ક્ષુદ્ર જીવજંતુ છીએઃ શું છે તમારે અંતિમ નિર્ધાર ? મરતે–જીવતે આજ છેલ્લી વાર તમારો નિર્દોષ મારે શ્રવણે પડવા દો. તમારા અંતિમ નિશ્ચયમાં દેશનો જય છે અથવા જીવલેણુ ક્ષય છે. દેશવાસિયો! નામર્દ હે, તો કહી દે કે યમદેવ આવીને તેના નરકાગારમાં નાખવા અમને ન લઈ જાય ત્યાં સુધી પરાધીનતાની જ છરોમાં જકડાઈ રહીશું...”
“ હરગિજ નહિ; ફરજ બજાવતાં ફના થઈશ ! ”
ગગન ભેદતા ભૂષણ પડછંદ વાએ દિગંતને ગજાવી મૂકી અને સ્વીડન સરદાર ગેસ્ટાવાસની ગજ ગજ છાતી ફૂલી. તેણે ઘોર ગરવ કીધેઃ “ શાહબાશ, બિરાદરો ! ત્યારે સજજ થાઓ. મુહૂર્તને પાંખો થાય તે પહેલાં જગે ઝુકાવો અને સ્વીડનને સ્વતંત્ર બનાવો.”
એ પંદરમી સદીની તેજેજક્વલ તવારીખ છે; જ્યારે ડેન્માર્ક અને નેર્વેના નરેશે–બીજા ક્રિસ્ટિયને– સ્વીડનને સ્વાધીન કીધું તું. રાજાને જીતને જલદ કેફ ચઢઃ સત્તાને મદ ચઢયેઃ અભિમાની રાજા માની બેઠે, કે સ્વીડન હવે “યાવચંદ્ર દિવાકરી પરાધીનતાની શંખલામાંજ બદ્ધ થઈ રહેવાનું ! સ્વતંત્રતાની સુગંધ સરખી તે ન લઈ શકે, વાતે રાજાએ અમાનુષી અત્યાચાર ગુજારીને પિતાને કારમો કર૫ બેસાડો. રાજા નિશ્ચિત થયો, નિર્ભય થયો અને નિરાંત મને કોપનહેગનમાં વિહરવા લાગ્યો.
પરાધીન સ્વીડનવાસીઓ પરસત્તાની ઝુંસરી તળે મનોમન ગુંગળાઈ મરતા હતા. એમના હૈયામાંથી સ્વતંત્રતાની જવલંત
ત હોલવાઈ ગયેલી નહોતીઃ માત્ર એના પર આવરણ છવાયેલું હતું. આવરણને વીખેરી નાખવા સારૂ તેમનાં અંતરસાધન, સંજોગોને અનુકૂળ તક શોધી રહ્યાં'તાં. એમાં એક મુખ્ય, નાયક, તે ગેસ્ટાવાસ.
ગેસ્ટાવાસ એટલે નર્વેનરેશને મન જાણે કરાળ કાળ ! તેને સર્વનાશ કરવામાં પેલા સત્તાધીશે માણસાઈ માત્રને ગુમાવી હતી; ગેસ્ટાવાસની જનેતાને, તેના જનકને, તેના બ્રાતા અને ભગિનીને દૈત્ય દિલના શાસકે રીબાવી રીબાવીને મારી નાખ્યાં હતાં–ગેસ્ટા
વાસની સમરસંમુખ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com