________________
માતૃવેદના
१२४-मातृवेदना
(લેખક:-શ્રી. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ) રે! ઉઠે ઉઠે નરનારીઓ તન ભારતનાં ! તજી આળસ ઉંધપ્રમાદ હે તન ભારતનાં ! તવ જનની દુઃખમાં ઝૂરતી તન ભારતનાં ! એ પિકારે દઈ સાદ હે તન ભારતનાં ! એ ભાસે ભૂખથી બહાવરી તન ભારતનાં ! સહુ અંગ દીસે છે ક્ષીણ હે તન ભારતનાં ! ત્રીશ કાટિ સંતાન છતાં તન ભારતનાં ! કયમ માત બને બલહીન હે તન ભારતનાં ! એ કેશ છૂટે વિલપી રહી તન ભારતનાં ! શિર ઉગ્યાં દુઃખનાં ઝાડ હે તન ભારતનાં ! એ લુંટાણી વીર–માવડી તન ભારતનાં ! પડી પરદેશીની ધાડ હૈ તન ભારતનાં ! એની લૂંટી લીલી વાડીઓ તન ભારતનાં ! વળી લૂંટયા ધનભંડાર હે તન ભારતનાં ! રસ કસે ભર્યા ઘર લૂટિયાં તન ભારતનાં ! વળી લૂંટયા શુભ શણગાર તન ભારતનાં ! અરે! વસ્ત્ર ઉતાર્યા અંગથી તન ભારતનાં ! કરી અર્ધ ઉઘાડી કાય હે તન ભારતનાં ! એનાં મહી માખણુધી ચેરિયાં તન ભારતનાં ! વળી ગીધન ગુડયું હાય ! હે તન ભારતનાં ! ભીડભંજન માંગ્યો રેંટિયો તન ભારતનાં ! કરી જગમાં સૌથી રાંક હે તન ભારતનાં ! એને જકડી જંજીર નાખીને તન ભારતનાં ! વાન્ય છે આડો આંક હૈ તન ભારતનાં ! એના જીવનની જડીબુટ્ટીઓ તન ભારતનાં ! ત્રણ–ધેનુ, ધરા ને ત્રાક હે તન ભારતનાં !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com